Bharuch/ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં દુષ્કર્મની ઘટના: શારીરિક શોષણનો ભોગ બની વિદ્યાર્થિની

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થી ફિલિપ પર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ.

Top Stories Gujarat Others Breaking News

Bharuch : ભરૂચ પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર એક વિદ્યાર્થિની સાથે શારીરિક શોષણનો ગંભીર આરોપ. આ પહેલાં પણ આ જ વિદ્યાર્થિની સાથે પ્રિન્સિપાલે અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટનાઓ પછી હવે એક નવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલના એક પૂર્વ વિદ્યાર્થી ફિલિપ પર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલિપે રિ-યુનિયન મિટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી અને ત્યાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો આરોપ છે.

આ બંને ઘટનાઓને પગલે શાળામાં અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ફિલિપની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે શાળા સંચાલકોએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો કરી રહી છે.

@ VASU PARMAR


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓપરેશન થિયેટરમાં લાઈટ જતા હોસ્પિટલમાં કામ કરતા વિધર્મી કર્મચારીએ નર્સ પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: આણંદ નજીક એક ગામમાં સગીરા પર દુષ્કર્મ

આ પણ વાંચો: અમદાવાદના ઠક્કરનગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારો નરાધમ વૃધ્ધ મોરબીથી ઝડપાયો