Halol News/ હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા જારી, 12 કરોડનું 650 ટન પ્લાસ્ટિક જપ્ત

હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા પાડવામાની કામગીરી હજી પણ જારી છે. હાલોલ જીઆઇડીસીમાં આવેલી સિંગલ યુઝમાં 120 માઇક્રોનથી ઓછા માઇક્રોનવાળી પ્રતિબંધિત કેરી બેગનું ઉત્પાદન કરતી કેરીબેગ કંપનીઓ સામે સોમવારથી શરૂ થયેલી કાર્યવાહી બુધવારે પણ ચાલુ રહી હતી.

Gujarat Top Stories Others Breaking News

Halol News: હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ (Single Use Plastic Bag) નું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા પાડવામાની કામગીરી હજી પણ જારી છે. હાલોલ જીઆઇડીસીમાં આવેલી સિંગલ યુઝમાં 120 માઇક્રોનથી ઓછા માઇક્રોનવાળી પ્રતિબંધિત કેરી બેગનું ઉત્પાદન કરતી કેરીબેગ કંપનીઓ સામે સોમવારથી શરૂ થયેલી કાર્યવાહી બુધવારે પણ ચાલુ રહી હતી.

હાલોલ જીઆઇડીસીમાં (Halol GIDC) આવેલ વિનાયક એસ્ટેટ સાથરોટા ખાતે આવેલી પાંચ કંપનીઓમાં સોમવારે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 ટન જથ્થો ઝડપવામાં આવ્યો છે. હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારીની આગેવાની હેઠળ મામલતદાર, જીપીસીબી અને પોલીસની સંયુક્ત ટીમે આ દરોડા પાડ્યા છે. સતત બીજા દિવસે તેણે ચેકિંગની કામગીરી જાળવી રાખી છે. આ બતાવે છે કે કેટલા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે.

દરોડા પાડનારી ટુકડીએ કબ્જે કરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને હાલમાં હાલોલ પાલિકા ભવનની બાજુમાં આવેલા કમ્યુનિટી હોલ ખાતે એકત્રિત કરવામાં આવ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે બે દિવસની કામગીરીમાં લગભગ 12 કરોડની કિંમતનો કુલ 650 ટન જેટલો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આજે દિવસમાં જે પાંચ પ્રતિબંધિત કંપનીઓમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે તે બધી કંપનીઓને ક્લોઝર નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કંપનીઓમાં તપાસ ચાલુ છે.

ચેકિંગની કામગીરી કરવા ગયેલી પાલિકા અને પોલીસની ટીમને કામગીરીમાં અવરોધરૂપ બનનારા  અને પથ્થરમારો કરનારા કંપનીના સંચાલક સહિત 35 શખ્સો સામે હાલોલ પોલીસે ગુનો નોંધ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવાની કામગીરી દરમિયાન પ્લાસ્ટિક ભરેલા વાહનો ભાગી ન જાય તે માટે ટ્રેક્ટરની આડશ મૂકવામાં આવી હતી.

દરમિયાન એક કંપનીના સંચાલક મહાવીર જૈન તેમજ અન્ય 35 જેટલા શખ્સો 20થી 25 જેટલી બાઇક પર આવ્યા હતા અને ટ્રેક્ટર આડું કેમ મૂક્યું છે તેમ કહી ધમકીભરી ભાષામાં વાત કરવા લાગ્યા હતા. તેઓએ આમ કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યુ હતું. આના પગલે પોલીસ અને પાલિકાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મહાવીર જૈન અને તેના માણસો ચેકિંગ જ નહીં કરવા દઈએ તેમ કહેતા હતા અને ફેક્ટરી બંધ નહીં કરવા દઈએ તેમ કહેતા હતા. આમ કહીને તેમણે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરતા તેમની સામે કેસ નોંધાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પંચમહાલ: હાલોલ GIDCમાં મેગા ઓપરેશન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારાને ત્યાં દરોડા

આ પણ વાંચો: બોરસદમાં જે.એન. એન્ટરપ્રાઇઝમાં 25 લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

આ પણ વાંચો: હાલોલ GIDCમાં બબાલ વચ્ચે GPCB અને નગરપાલિકાની તપાસ