Anand News/ બોરસદમાં જે.એન. એન્ટરપ્રાઇઝમાં 25 લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

જેમાં 120 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું હતું.

Top Stories Gujarat
Image 2025 01 22T093835.022 બોરસદમાં જે.એન. એન્ટરપ્રાઇઝમાં 25 લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

Anand News: આણંદ (Anand) જીલ્લાના બોરસદ(Borsad)માં નગરપાલિકાએ વાસણા GIDCમાં જે.એન. એન્ટરપ્રાઇઝ(J.N. Enterprize)માંથી 17 હજાર કિલો જેટલો 25 લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી સઘન કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે ગુજરાત પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડને જાણ કરી દેવામાં આવી છે.

GPCBએ જે.એન. એન્ટરપ્રાઈઝને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે. નગરપાલિકાને બાતમી મળી હતી કે, ફેક્ટરની અંદર હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં 120 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું હતું.

મ્યુનિસિપાલિટીને દરોડામાં ફેક્ટરીમાં કામ કરતા લોકો મોટા પ્રમાણમાં હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની બેગો બનાવતા ઝડપાયા હતા. નગરપાલિકાએ કાચો માલ, પ્લાસ્ટિક બેગ 17,000 કિલો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એક ફેક્ટરીને હાલ સીલ કરી દેવાઈ છે. અધિકારીએ જણાવ્યું કે, 3 દિવસ સુધીમાં જો કોઈ નોટિસનો જવાબ ફેક્ટરી બંધ કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંચમહાલ: હાલોલ GIDCમાં મેગા ઓપરેશન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારાને ત્યાં દરોડા

આ પણ વાંચો:અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો

આ પણ વાંચો:જુનાગઢનાં માંગરોળમાં પથ્થરની ખાણ પર દરોડા