Junagadh News/ જુનાગઢનાં માંગરોળમાં પથ્થરની ખાણ પર દરોડા

ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણ પર દરોડા

Top Stories Gujarat

Junagadh News : જુનાગઢના માંગરોળમાં પથ્થરની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગેરકાયદેસર રીતે ધમધમતી પથ્થરની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં શીલ વિસ્તારમાંથી પથ્થરની આ ખાણ ઝડપાઈ હતી. મામલતદાર, PGVCL અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં ટ્રાન્સફોર્મરમાંથી વીજ ચોરી કરવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે. જેને પગલે મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરીને પંચનામુ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર ખાણ કોણ ચલાવતું હતું તેની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર પથ્થરની ખાણ ઝડપાતા ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુંબઈના GST આસિ.કમિશનરની પુત્રીનો સુરતમાં આપઘાત

આ પણ વાંચો:સુરતમાં બેન્ક મેનેજરનો ગળાફાંસો ખાઈને આપઘાત

આ પણ વાંચો:સુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો