Karnataka News/ ટ્રકમાં શાકભાજી-ફળ વેચવા જઈ રહ્યા હતા, રસ્તામાં કાળને ભેટ્યાં 11 લોકો

હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેમના સંબંધીઓને ફોન પર માહિતી આપી રહી છે.

Top Stories India Breaking News

Karnatraka News: કર્ણાટક(Karnataka)માં બુધવારે સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કર્ણાટકના ઉત્તરા કન્નડ (North Kannada) જિલ્લામાં ફળો અને શાકભાજીથી ભરેલી ટ્રક પલટી ગઈ હોવાથી હોબાળો મચી ગયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત અને 16 લોકો ઘાયલ થયા હતા. આજે વહેલી સવારે જિલ્લાના યેલ્લાપુરમાં અરાબેલ અને ગુલાપુરા વચ્ચે નેશનલ હાઈવે-63 પર આ અકસ્માત થયો હતો.

Karnataka: 10 People Killed, 15 Others Injured After Truck Carrying Them  Meets With An Accident In Uttara Kannada; Visuals Surface

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે, પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (Postmortum) માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઉત્તરા કન્નડ પોલીસ અધિક્ષકનાં જણાવ્યા અનુસાર, ફળો અને શાકભાજી વેચતા લોકોને લઈને ટ્રક સાવનુરથી કુમતા માર્કેટ જઈ રહી હતી. સવારે 5.30 વાગ્યાની આસપાસ, ટ્રક ચાલકે અન્ય વાહનને રસ્તો આપવાના પ્રયાસમાં ડાબી તરફ ખસી ગયો હતો. પછી થોડી જ વારમાં તે લગભગ 50 મીટર ઊંડી ખીણમાં પડી ગયો. આ પછી, 11 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેમના સંબંધીઓને ફોન પર માહિતી આપી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે સવારે બીજી ઘટના રાયચુર જિલ્લામાં બની હતી. આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓ અને એક ડ્રાઈવરના મોત થયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અન્ય 11 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ અયવંદન (18), સુજેન્દ્ર (22), અભિલાષ (20) અને ડ્રાઇવર શિવ (24) તરીકે કરવામાં આવી છે, જેઓ મંત્રાલયમ સંસ્કૃત શાળાના ત્રણ વિદ્યાર્થીઓ છે.

Karnataka: 4 People Killed, 10 Others Injured After Vehicle Overturns In  Raichur: Visuals Surface

પોલીસે જણાવ્યું કે અકસ્માત સિંધનુરમાં અરાગીનમારા કેમ્પ પાસે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:અમદાવાદના નરોડા પાટિયામાં અકસ્માતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:દાહોદના ઝાલોદમાં બે અકસ્માતમાં છના મોતથી સનસનાટી