નવી દિલ્હી. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મીદીએ શુક્રવારે મોબાઇલ એપ ભીમ લોન્ચ કરી છે. BHIM એપનું પૂરું નામ ‘ભારત ઈન્ટરફેસ ફોર મની’ છે. આ UPI બેસ્ટ પેમેન્ટ સિસ્ટમ પર કામ કરશે. તેના માટે લોકો ડિજિટલ રીતે પૈસા મોકલી અને મેળવી શકશે. ખાસ વાત એ છે કે આ એપ ઈન્ટરનેટ વગર પણ કામ કરશે. જેમાં યૂઝર્સને બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ જેવી લાંબી વિગતો રજૂ કરવાની જરૂર નહીં રહે.
એપને ઓપરેટ કરવાની જાણો રીત
કોઈપણ ફોનથી USSD કોડ *99# ડાયલ કરીને આ એપને ઓપરેટ કરી શકાય છે. તે ઈન્ટરનેટ વગર પણ કામ કરશે.
ભીમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ડેવલપ કરી છે.
આ પૈસા મોકલવા માટે તમારે માત્ર એકવાર પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર રજિસ્ટર કરાવવાનો રહેશે અને એક UPI પિનકોડ જનરેટ કરવો પડશે.
ત્યારબાદ તમારો મોબાઈલ નંબર પણ પેમેન્ટ એડ્રેસ હશે. દરેક વખતે એકાઉન્ટ નંબર નાખવાની જરૂર નહીં રહે.
હાલમાં આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરશે. ટૂંક સમયમાં જ ક્ષેત્રીય ભાષાઓને પણ તેમાં સામેલ કરવામાં આવશે.
