Anand News/ ખંભાતમાં 100 કરોડથી વધુના ડ્રગ્સ કેસમાં આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર

ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝમાં સતત 18 કલાક સુધી ATSનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Anand News: આણંદ (Anand) જીલ્લાના ખંભાત(Khambhat)માં ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ગેરકાયદે દવા બનાવતી ફેક્ટરી પર દરોડા પાડી અંદાજે 100 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડી 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ખંભાત કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આણંદ જીલ્લાના ખંભાતમાં સોખડા GIDC વિસ્તારમાં ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ કંપનીમાં ATSના દરોડા પડ્યાં હતા. માહિતી મુજબ કંપની ગેરકાયદે ડ્રગ બનાવતી હોવાની બાતમીના આધારે એટીએસએ દરોડા પાડ્યા હતા. ATSએ સતત 18 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં અલ્પ્રાઝોલમ નામની દવા ઝડપાઈ છે. તેમજ 1 મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  ATS દ્વારા અંદાજે 107 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ મુજબ આરોપી અજય જૈને ડ્રગ્સ કેસમાં 12 વર્ષની સજા ભોગવી ફરીથી ડ્રગ્સ બનાવવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો, એટલું જ નહીં આ માદક પદાર્થો આફ્રિકાથી અમેરિકા સુધી વેચાણ કરવાનું પણ કાવતરૂ રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓને સાથે રાખી તપાસ કરવી અત્યંત જરૂરી હોઈ પોલીસ કસ્ટડી માટે અદાલતે 30 જાન્યુઆરી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉંઘની ગોળી જેવા દેશી નામથી આ ડ્રગ્સ દક્ષિણ આફ્રિકાથી યુરોપિયન દેશો અમેરિકામાં વેચાતી હોય છે.  ત્યારે ખંભાતના ગ્રીન લાઈટ કંપનીમાં જરૂરી પરવાનગી વગર આવી ટેબ્લેટ બનાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે તપાસ શરૂ કરતા મોટું રેકેટ ચાલતું હોવાનો ATSએ પર્દાફાશ કર્યો છે.

ATSએ રેડ કરતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને SOGનું નાક કપાયું

છેલ્લા 6 મહિનાથી ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ કંપનીની અંદરની કંપનીમાં જગ્યા લીઝ પર લઇ કરોડોનો ડ્રગ્સ ઉત્પાદન અને હેરાફેરી કરવામાં આવતી હતી.એસ.ઓ.જી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાક નીચે ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમતી હતી.નોંધનીય છે કે, છેલ્લા 6 માસ અગાઉ શરૂ કરેલ કંપનીમાંથી ATS એ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કૌભાંડ ઝડપી પાડતા SOG અને જી.પી.સી. બીનું નાક કપાઈ ગયું છે.

ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝમાં સતત 18 કલાક સુધી ATSનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ગત વહેલી સવારથી ATS દ્વારા સર્ચ શરુ કરાયું હતું. ATSની તપાસમાં ખુલાસો થયો છે કે અમદાવાદના 2 ભાગીદારોએ ફાર્મા કંપની શરૂ કરી હતી. આ ફાર્મા કંપનીમાં ઇન્જેક્શન સહિત દવાઓ બનતી હતી. અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા ફેક્ટરીમાં બનતી હતી.  ATS દ્વારા શંકાસ્પદ કેમિકલના 21 બેરલ જપ્ત કરાયા છે. જેમાં એક મહિલા સહિત પાંચ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. દહેજથી એન્જીનિયર બોલાવી ડ્રગ્સ બનાવતું હોવાની શંકાના આધારે ATSએ ડ્રગ્સ બનાવતા એન્જીનિયરને પણ દબોચ્યો છે. મોડી રાત્રે કંપનીને સીલ કરી ATS અમદાવાદ પહોંચી છે. સમગ્ર મામલે ATS તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ATS એ ખાનગી એક્સચેન્જ ઝડપ્યું

આ પણ વાંચો:ગુજરાત ATSએ ‘અમીચંદ’ને પકડ્યો, પાક. માટે કરતો હતો જાસૂસી

આ પણ વાંચો:પાકિસ્તાની મહિલાને ગુપ્ત માહિતી મોકલતો હતો જાસૂસ, ગુજરાત ATS દ્વારા ઝડપાયો