Not Set/ અખિલેશે ભાવુક થઇ કહ્યું- યૂપી પિતાને ભેટમાં આપીશ, 200 ધારસભ્ય અખિલેશ સાથે

લખનઉઃ શુક્રવારે અખિલેશ યાદવને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ આજે સીએમ અખિલેશ યાદવ પોતાના પિતા મુલાયમ સિંહ યાદવને મળવા પહોંચ્યા હતા. તે સાથે આજમ ખાન અને અબુ આઝમી પણ હતા. આ બેઠકમાં અખિલેશ અને આઝમ ખાને અમર સિંહને હટાવવાની માંગ કરી હતી.  આઝામે કહ્યું હતું કે, જો અમર સિંહને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવશે તો […]

Uncategorized

લખનઉઃ શુક્રવારે અખિલેશ યાદવને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ આજે સીએમ અખિલેશ યાદવ પોતાના પિતા મુલાયમ સિંહ યાદવને મળવા પહોંચ્યા હતા. તે સાથે આજમ ખાન અને અબુ આઝમી પણ હતા. આ બેઠકમાં અખિલેશ અને આઝમ ખાને અમર સિંહને હટાવવાની માંગ કરી હતી.  આઝામે કહ્યું હતું કે, જો અમર સિંહને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવશે તો બધુ ઠીક થઇ જશે. આ બેઠકમાં શિવપાલ યાદવને પણ બોલાવવામાં આવ્યો હતો.

નવેમ્બરની શરૂઆતમાં સિલ્વર જ્યુબલી મનાવનાર સમાજવાદી પાર્ટી ડિસેમ્બરના અંત સુધીમાં  ટુટી ગઇ હતી. ટિકિટ વહેંચણીને લઇ ટકરાવ એટલો વધી ગયો કે, પાંચ વર્ષ પહેલા પોતાની વારસો દિકરાને સોપનાર પિતા મુલાયમ સિંહ યાદવે તેજ દિકરાને અખિલેશ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર હાંકી કાઢ્યા છે.

શુક્રવારે આખો દિવસ ચાલેલા સિયાસી તાફાન બાદ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે ધારાસભ્યની બેઠક બોલાવી હતી. જેમા અંદાજે 200 ધારાસભ્યોનું સમર્થન અખિલેશ યાદવને મળ્યું હતું. તેમજ અન્ય 30 એમએલસી ધારાસભ્યો પણ અખિલેશ યાદવને મળવા પહોંચ્યા હતા. તો બીજી તરફ સપા સુપ્રિમો મુલાયમ સિંહ યાદવે સપા મુખ્યાલય પર બેઠક બોલાવી હતી. જેમા અંદાજે 20 ધારાસભ્યો અને 60 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ મામલે કાર્યકર્તા મુલાયમ સિહ યાદવનું સમ્માન કરે છે પણ તેમને ભવિષ્ય અખિલેશ યાદવમાં દેખાય છે.

અખિલેશ યાદવ બેઠકમાં ભાવુક થઇ ગયો હતો અને ચૂંટણી જીતીને નેતાજીને ભેટમાં આપવાની વાત કરી હતી. અખિલેશ ફુંકી ફુંકીને પગલું બરી રહ્યો છે. જેથી બીજા રાજકીય પક્ષોને એવું કહેવાનો મોકો ના મળે કે, પિતાની સાથે બગાવત કરનાર જનતાનું શું ભલું કરશે