Not Set/ નોટબંધી બાદ IT એ 1000 જગ્યાએ રેડ કરી 4000 કરોડ રૂપિયા જબ્ત કર્યા

નવી દિલ્હીઃ નોટબંધી બાદ કાળાનાણાને પકડવા માટે ઇન્કમટેક્સ વિભાગે એક હજારથી વધુ જગ્યાઓ પર રેડ કરીને અંદાજે 4000 કરોડ રૂપિયાથી વધુની જાહેર નહી કરેલા નાણાં જપ્ત કર્યા છે. ઇન્કમટેક્સ વિભાગ આ સંબંધમાં 5,058 નોટિસ ઇશ્યું કરી છે. ઇન્કમટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ‘8 નવેમ્બરે થયેલી નોટબંધી બાદ 29 ડિસેમ્બર સુધીમાં IT ની  કાર્યવાહીમાં […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબંધી બાદ કાળાનાણાને પકડવા માટે ઇન્કમટેક્સ વિભાગે એક હજારથી વધુ જગ્યાઓ પર રેડ કરીને અંદાજે 4000 કરોડ રૂપિયાથી વધુની જાહેર નહી કરેલા નાણાં જપ્ત કર્યા છે. ઇન્કમટેક્સ વિભાગ આ સંબંધમાં 5,058 નોટિસ ઇશ્યું કરી છે.

ઇન્કમટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ‘8 નવેમ્બરે થયેલી નોટબંધી બાદ 29 ડિસેમ્બર સુધીમાં IT ની  કાર્યવાહીમાં કુલ 4313.79 કરોડ રૂપિયા  મળી આવ્યા છે.’ તેમણે સાથ જ તેમ પણ જણાવ્યું હતું. આ દરમિયાન 462.62 કરોડ રૂપિયાની રોકડ, જ્યારે 91.99 કરોડ રૂપિયાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે. IT વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી રોકડમાં 106 કરોડ રૂપિયાની નોટ નવી ચલણમાં હતી.

ઇન્કમટેક્સ વિભાગે આ સંબધમાં 487 મામલા આગળની તપાસ એજન્સી સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) ને હવાલે કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 259 મામલા ઇડી અને 228 મામલ સીબીઆઇને સોપવામાં આવ્યા છે.