Gandhinagar News: ગુજરાતને નવા મુખ્ય સચિવ મળ્યા છે. ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી નીમવામાં આવનારા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજ્યના વર્તમાન સચિવ સીએસ રાજકુમાર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થાય છે. આમ તેઓ 31મી જાન્યુઆરીએ વિધિવત વિદાય લેશે.
તેઓ વર્ષ 1989 બેચના આઇએએસ અધિકારી છે. તેમણે અગાઉ નાણા, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગમાં પણ સચીવ તરીકે ફરજ બજાવી છે. પંકજ જોશી અધિક ગૃહ સચિવ તરીકે કાર્યરત હતા. ગૃહ સચિવ તરીકે મુકેશ પુરી નિવૃત થયા બાદ તેમના સ્થાને પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પકજ જોશી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ તરીકે પણ કાર્યરત છે. તેમની પાસે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયનો પણ ચાર્જ હતો.
સીએસ રાજકુમારે પહેલી ફેબ્રુઆરી 2023ના રોજ રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પહેલા તેઓ સચિવાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી એટલે કે અધિક મુખ્ય સચિવ હતા. તેમણે સીએસ પંકજકુમારના સ્થાને હોદ્દો સંભાળ્યો હતો. ડિફેન્સ પ્રોડકશન વિભાગના કેન્દ્રીય સચિવ રાજકુમારને રાજ્ય સરકારની વિનંતીના પગલે રાજ્માં લાવવામાં આવ્યા હતા. તેમનો સેવાકાળ 31 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થયો હતો.
રાજકુમાર એપ્રિલ 2015થી કેન્દ્રમાં હતા અને નાણા, શ્રમ-રોજગાર, સંરક્ષણ વિભાગમાં કામ કર્યુ હતુ. તેના પછી તેમને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. તેઓ રાજ્યમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત સરકારની મહત્ત્વની કામગીરીનો આધારસ્તંભ રહ્યા હતા. આમ ગુજરાત સરકારના મહત્વના નિર્ણયોમાં તેમનું અનેરું પ્રદાન હતું.
આ પણ વાંચો: આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી પરીક્ષા, કડક વ્યવસ્થા- CCTV કેમેરાથી નજર રખાશે
આ પણ વાંચો: સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગર પ્રદેશ કાર્યાલય આજે ભાજપની મહત્વની બેઠક
આ પણ વાંચો: ગાંધીનગર: કૌશિક વેકરીયાના લેટર કાંડ સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત
