Surat News/ સુરતમાં શાળાઓ દ્વારા ફી અંગે મનમાની અને વાલીઓ પહોંચ્યા ડીઇઓ કચેરી

સુરતમાં સ્કૂલોએ ફી અંગે મનમાની કરતા વાલીઓ ડીઇઓ કચેરી પહોંચી ગયા છે. સુરતની શાળાઓએ હોલ ટિકિટને ઉઘરાણા કરવાનો કે બ્લેકમેઇલ કરવાનું સાધન બનાવી દીધું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. પહેલા દસમા અને બારમાં ધોરણમાં હોલ ટિકિટ આપવામાં આવતી હતી.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં સ્કૂલોએ ફી અંગે મનમાની કરતા વાલીઓ ડીઇઓ કચેરી પહોંચી ગયા છે. સુરતની શાળાઓએ હોલ ટિકિટને ઉઘરાણા કરવાનો કે બ્લેકમેઇલ કરવાનું સાધન બનાવી દીધું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. પહેલા દસમા અને બારમાં ધોરણમાં હોલ ટિકિટ આપવામાં આવતી હતી.

હવે વાલીઓનો સ્કૂલો પર આરોપ છે કે આ હોલ ટિકિટનો ઉપયોગ હવે વાલીઓ ફી ઉઘરાવવા માટે કરે છે. શાળા દ્વારા અપાતી હોલ ટિકિટ જાણે વાલીઓ સામે શાળાના હાથમાં આવેલું હથિયા બની ગયું છે. તેઓ આ માટે ફક્ત વાલીઓને જ નહીં પણ બાળકોને પણ માનસિક ત્રાસ આપતા હોવાનું વાલીઓએ જણાવ્યું છે.

આમ ડીઇઓ પાસે આ પ્રકારે મનમાની કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વાલીઓનો દાવો છે કે હોલ ટિકિટનો ઉપયોગ જાણે ટોર્ચર કરવા માટે કરવામાં આવે છે. વાલીઓનો દાવો છે કે હોલ ટિકિટનો ઉપયોગ સ્કૂલો હવે જાણે તેમની પાસે એક શસ્ત્ર હોય તે રીતે કરે છે. તેના આધારે તેઓ મનમાની કરે છે.

આવું કોઈ એકાદ કિસ્સામાં નથી. આવું અનેક કિસ્સામાં જોવા મળી રહ્યુ છે. કેટલાય વાલીઓને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. વાલીઓને તેના કારણે ઘણી તકલીફ પડી રહી છે. અનિશ્ચિતતાની સ્થિતિ હોય ત્યારે ફી ભરવામાં આઘુપાછુ થોડું થઈ જતું હોય છે હવે તે સ્કૂલો ચલાવતી નથી. તેના કારણે વાલીઓ પર પણ બોજ આવે છે. વિદ્યાર્થીઓ પર પણ તાણ આવે છે. વાલીઓએ રજૂઆત કરી છે કે આ રીતે મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવે. આમ નહીં થાય તો શાળાઓને તેમની મનમાની કરવાનો છૂટ્ટો દોર મળી જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીના આત્મહત્યાના મામલે સ્કૂલને ક્લીન ચિટ, પણ બીજી પોલ ખુલી

આ પણ વાંચો: સુરતની વિદ્યાર્થીનીની આત્મહત્યાના કેસમાં ડીઇઓની તપાસનો ધમધમાટઃ આખા રાજ્યમાં વિદ્યાર્થીને ફી અંગે હેરાન ન કરવા ડીઇઓની સ્કૂલોને સૂચના

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ બસે બાળકીને અડફેટે લેતા કરૂણ મોત