Surat News : સુરતના સરથમામાં એક કરૂણ ઘટના બની છે. જેમાં પૂરઝડપે જઈ રહેલી બસે એક બાળકીને અડફેટે લેતા તે ગંભીરપણે ઘાયલ થઈ હતી. સારવાર અર્થે તને નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું. આ અંગે સરણાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સરથાણાંમાં દાદા પૌત્રીને બસમાં મુકવા માટે આવ્યા હતા. જેમાં બે વર્ષની બાળકીને બસે કચડી નાંખતા તેનું મોત નીપજ્યુ હતું.
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો
