Patan News/ સમી હારીજ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટનાઃ 2 ના ઘટના સ્થળે મોત, 2 ઘાયલ

પાટણ જિલ્લાના સમી હારીજ હાઇવે કઠીવાડા નજીક રવિવાર બપોર અકસ્માત થયો હતો, જેમાં 2 ના મોત થયા અને અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાટણ રીફર કરાયા છે.

Top Stories Gujarat Others Breaking News

Patan News : પાટણ સમી-હારીજ હાઈવે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ સમી-હારીજ હાઈવે પર ત્રિપલ અકસ્માતથી હાઈવે રક્તપાત વહ્યો, આજે રવિવારે બપોરના સમયે સમી-હારીજ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાય હતો. જેમાં 2 ના ઘટનાસ્થળે મોત અને અન્ય 2 ને તાત્કાલિક સારવાર અર્થે પાટણ રીફર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના સમી હારીજ હાઇવે કઠીવાડા નજીક રવિવાર બપોર અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જયારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે  108 દ્વારા પાટણ રીફર કરાયા હતા બે કાર તેમજ ઇક્કો કાર વચ્ચે ગમખ્વાર  અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકો દોડી આવી 108 તથા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી  બન્ને મૃતકોને 108 દ્વારા હારીજ સિવિલ ખસેડાયા હતા

તેમજ અન્ય ઇજાગ્રસ્ત બે લોકોને પાટણ સિવિલ રીફર કરાયા હતા અકસ્માતની ઘટનામાં મૃતક ભીખા પૂંજા રબારી ગામ-કુંવર તથા  રમેશજી ડુંગરજી ઠાકોર ગામ-પીરોજપુરા ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. જયારે ઈજાગ્રસ્ત થનારમાં જોરા રબારી ગામ-લોલાડા તથા ધવલ કામદાર રહે.જામનગરના હોવાનું જાણવા મળ્યું હતું, અકસ્માતને પગલે સમી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

@ રવિ દરજી, પાટણ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટ્રેન અકસ્માત: હાવડામાં બે ટ્રેનો અથડાઈ, 3 બોગી પાટા પરથી ઉતરી

આ પણ વાંચો: લખનૌના કિસાન પથ પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બે કાર વચ્ચે અથડામણમાં 4ના મોત, 7 ઘાયલ

આ પણ વાંચો: ચાણસ્મા હારીજ હાઇવે CNG પંપ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના, મોટી દુર્ઘટના ટળી