Gandhinagar News : ગુજરાત સરકારે રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર આપી છે. સરકાર દ્વારા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. આ મોંઘવારી ભથ્થાની જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરીને કરવામા આવી છે. રાજ્ય સરકારે ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે. એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં માહિતી આપી હતી કે, તમામ કર્મચારીઓને બાકી રહેલું એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રૂપિયા 125 કરોડની રાજ્ય સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવશે, 125 કરોડની ચૂકવણી કરવાથી રાજ્ય સરકાર પર તેનો બોજ વધશે. તમને જણાવી દઈએ કે 1લી જાન્યુઆરી 2024થી આ વધારો લાગુ કરવામાં આવ્યો છે.
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
થોડા સમય પહેલા પણ 16 ડિસેમ્બરે નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો તે મુજબ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું. આ મોંઘવારી ભથ્થાના 5 મહિનાના તફાવતની રકમ પણ ચૂકવાશે. જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા.
રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે. સરકારે કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: ST નિગમના ફિક્સ વેતનધારકોને પણ વેતનવૃદ્ધિનો લાભ મળશે
