GirSomnath Accident/ સોમનાથ-ઉના ફોરટ્રેક હાઇવે પર ભયાનક અકસ્માતમાં CCTV સામે આવ્યા

સોમનાથ – ઉના ફોરટ્રેક હાઇવે પર અકસ્માત 2 લોકોના ઘટના સ્થળે મોત અને 2 ઘાયલ થયા છે.

Gujarat Top Stories Others Breaking News

Gir-Somanth News : સોમનાથ-ઉના ફોરટ્રેક હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઊના તરફથી આવી રહેલી એક કાર ડોળાસા નજીક એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 4 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બાકીના 2 યુવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ઊના તરફથી આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સાથે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના પતરા વાંકાચૂંકા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે દોડી જઈને ફસાયેલા યુવાનોને કારના પતરા તોડીને બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સોમનાથ-ઉના હાઈવે પર થયેલ આ અકસ્માતથી શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

@ kartik vaja, Una


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઘોડાસર ઓવરબ્રિજ પર AMTS બસને ટ્રકે મારી ટક્કર, અકસ્માત દુર્ઘટનામાં 2 ફોરમેનના મોત

આ પણ વાંચો: સમી હારીજ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટનાઃ 2 ના ઘટના સ્થળે મોત, 2 ઘાયલ

આ પણ વાંચો: ટ્રેન અકસ્માત: હાવડામાં બે ટ્રેનો અથડાઈ, 3 બોગી પાટા પરથી ઉતરી