Porbandar News: પોરબંદર(Porbandar)ના મંડેર ગામે શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની (Girl Student) પર દુષ્કર્મ (Rape) આચરતાં પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી છે. વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.

પોરબંદર જીલ્લાના મંડેર ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલ ગોહેલ નામના શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હોવાનું પરિવારને જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારના લોકોએ માધવપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશનમાં 64(2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો !
આ પણ વાંચો: અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આ પણ વાંચો: કચ્છમાં ભૂકંપનો આંચકો, લોકો ભયભીત
