Rajkot News/ જામકંડોરણામાં ટપોરી વિવાદ વકર્યો, પાટીદાર નેતાએ જયેશ રાદડિયાને આપ્યો સણસણતો જવાબ

તેવા વ્યક્તિનું નામ લઈ શકતા નથી અને ફક્ત રાજકારણ કરવા આવા ભડકાઉ નિવેદનો આપે છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજ્યમાં 511 દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયા(Jayesh Radadiya)એ મંચ પરથી કહ્યું હતું કે લેઉવા પટેલ નેતાઓમાંથી 2-3 ટકા ટપોરી છે. જેથી આ નિવેદનનો લેઉવા પટેલ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને રાદડિયા દ્વારા સોશિયલ મીડિયા (Social Media) દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

રાજકોટના જામકંડોરણા(Jamkandorna)ના મેઘાવડ ગામના પાટીદાર નેતા ચંદુભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે જયેશ રાદડિયાના સમૂહ લગ્ન એક સારી યોજના હતી, પરંતુ તેમણે સ્ટેજ પરથી રાજકીય ભાષણ આપ્યું, સમાજને બદનામ કરવાની વાત કરી, રાદડિયાને ખરેખર જે સમસ્યા છે તેવા વ્યક્તિનું નામ લઈ શકતા નથી અને ફક્ત રાજકારણ કરવા આવા ભડકાઉ નિવેદનો આપે છે.

ચંદુભાઈ સોજીત્રાએ ટપોરીની વ્યાખ્યા સ્પષ્ટતા આપતા કહ્યું કે, જે લોકો લૂંટફાંટ, ઝઘડા, ચોરી, બેંક કૌભાંડો, મગફળી કૌભાંડો, ખાતરના કૌભાંડો કરતા હોય તેને ટપોરી કહેવાય છે. જામકંડોરણામાં ખાતર કૌભાંડ કરનાર વ્યક્તિને ટપોરી કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મને નડ્યા એનો હિસાબ બરોબરનો થઈ જશે, માટે નડવાનું રહેવા દોઃ જયેશ રાદડિયા

આ પણ વાંચો:જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા કરી માંગ

આ પણ વાંચો:જયેશ રાદડિયા સામે પડેલા જૂથે કર્યું સમાધાન! કે નવા-જૂનીના એંધાણ