Anand News/ ચરોતર નાગરિક સહકારી બેંકને ચુનો લગાડનાર વિરેન્દ્ર પટેલની 20 વર્ષે કરાઈ ધરપકડ

આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકને 77 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવીને ફરાર થયેલો આરોપી વિરેન્દ્ર પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Anand News: આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકને 77 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવીને ફરાર થયેલો આરોપી વિરેન્દ્ર મણિભાઈ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ રહેલા વિરેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં CBIએ ઇન્ટરપોલની મદદથી અમદાવાદથી ધરપકડ કરી છે. આ કેસ પોન્ઝી સ્કીમમાં 77 કરોડ રૂપિયાથી વધુની ઉચાપતનો હતો. મળતી માહિતી અનુસાર આણંદ ચરોતર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર વીરેન્દ્ર મણીભાઈ પટેલ જે ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ હતો. 2002માં તેની સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ ગુનો વિરેન્દ્ર પટેલ વિરુદ્ધ નકલી દસ્તાવેજો અને ગુનાહિત કાવતરાના કેસમાં નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ CBIએ 3 માર્ચ, 2004 ના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી, એટલું જ નહીં, CBIએ પોલીસ સાથે સંકલનમાં તપાસ પણ શરૂ કરી હતી. ઇન્ટરપોલ દ્વારા વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે વાતચીત કરી હતી. વિરેન્દ્ર મણિભાઈ પટેલ અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને કાયદેસર રીતે પોલીસને સોંપવામાં આવ્યા હતા.

વર્ષ 2002માં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વિરેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે નકલી દસ્તાવેજો અને છેતરપિંડી સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. CBIએ વર્ષ 2004માં આરોપી વિરેન્દ્ર પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. ઇન્ટરપોલના વિવિધ માધ્યમો દ્વારા આરોપીઓની કડી મળ્યા બાદ, પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી છે.

તમામ એજન્સીઓ જેમાં ઇમિગ્રેશન વિભાગ સહિત પોલીસ સાથે સંકલન અને આયોજનબદ્ધ રીતે આરોપીને પકડી લીધો છે. એટલું જ નહીં 2021થી અત્યાર સુધીમાં આવા 100થી વધુ વોન્ટેડ આરોપીઓને ભારત પરત આવવા માટે મજબૂર કરવામાં સફળતા મેળવી છે. આ માટે CBIએ ઈન્ટરપોલની પણ મદદ લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદ મનપામાં કરમસદનો સમાવેશ કરવાનો વિરોધ ઉગ્ર બન્યો! રાજકીય આગેવાનો જોડાતા આંદોલનને મળશે વેગ

આ પણ વાંચો:આણંદના ખંભાતમાં ગેરકાયદે માદક પદાર્થ બનાવતી ફેક્ટરી પર એટીએસનો દરોડો

આ પણ વાંચો:આણંદમાં માતા બોલાવે છે તેમ કહી 18 વર્ષની યુવતી પર બળાત્કાર