Anand News/ આણંદ મનપામાં કરમસદનો સમાવેશ કરવાનો વિરોધ ઉગ્ર બન્યો! રાજકીય આગેવાનો જોડાતા આંદોલનને મળશે વેગ

અગાઉ વિરોધમાં કરમસદમાં બંધનું પાલન પણ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Breaking News

Anand News: આણંદ (Anand) મનપા(Municipality)માં કરમસદનો વિરોધ ઉગ્ર બન્યો છે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ આણંદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી 9 ફેબ્રુઆરીએ ધરણા પર બેસશે. જેને હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જેવા રાજકીય નેતાનો ટેકો મળતાં આંદોલનને વેગ મળશે.

આણંદના કરમસદ (Karamsad) તાલુકો જે સરદાર પટેલની કર્મભૂમિ ગણાય છે, તેનો હવે મહાનગરપાલિકામાં સમાવેશ થતાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, સરકારે સરદાર પટેલ સાથે ઉચિત નથી કર્યું, જેમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ પણ ઝંપલાવ્યું છે. અગાઉ વિરોધમાં કરમસદમાં બંધનું પાલન પણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલના ગામને સ્પેશિયલ દરજ્જો (Special Status) મળે તેવી માગ પણ કરવામાં આવી છે ત્યારે આંદોલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ચરોતરના દંતાલીના સ્વામી સચ્ચિદાનંદ મહારાજે આંદોલનને ટેકો આપ્યો છે.

1 જાન્યુઆરી, 2025થી સરદાર પટેલના વતન કરમસદને મનપામાં સમાવેશ કરતા સંતો-મહંતોએ પણ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. કરમસદના સંતરામ મંદિરના મહંત મોરારિદાસ મહારાજ અને બાપેશ્વર મહાદેવના મહંત પહેલવાનગિરિજી મહારાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમનું માનવું છે કે જેમ સરદાર પટેલે દેશને આઝાદી અપાવી તેમ કરમસદને પણ આઝાદ રાખવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદ નવી મહાનગરપાલિકામાં વિવાદઃ દેશના નકશામાંથી કરમસદ ગામ ભૂસાયું-સમિતિ, સ્કૂલ-કોલેજ અને દુકાનોની સાથે મંદિરો પણ બંધ

આ પણ વાંચો:કરમસદમાં ધો. 12 ની પરીક્ષામાં માસ કોપી કેસને પગલે ચુસ્ત બંદોબસ્ત

આ પણ વાંચો:આણંદમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી આવી સામે