આણંદ/ કરમસદમાં ધો. 12 ની પરીક્ષામાં માસ કોપી કેસને પગલે ચુસ્ત બંદોબસ્ત

કરમસદમાં બહારથી કોઈ જવાબ લખાવતું હોવાનું બહાર આવતા સ્ટાફને બદલી નંખાયો

Gujarat Others
YouTube Thumbnail 2024 03 13T155509.019 કરમસદમાં ધો. 12 ની પરીક્ષામાં માસ કોપી કેસને પગલે ચુસ્ત બંદોબસ્ત

@નિકુંજ પટેલ

કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં ધો.12 ની પરીક્ષા દરમિયાન માસ કોપી કેસની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. પરીક્ષા ખંડની બહારથી કોઈ જવાબ લખાવતું હોવાની જાણ થતા ફરજ પરના તમામ સ્ચાફને દૂર કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આ ઠેકાણે અન્ય સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કરમસદની સરદાર વલ્લભભાઈ હાઈસ્કૂલમાં 11 માર્ચના રોજ ધો.12 ના ભુગોળના પેપરની પરીક્ષા હતી. દરમિયાન આણંદના શિક્ષણાધિકારી કામિનીબહેન ત્રિવેદીની સ્થળ વિઝીટ દરમિયાન એક વર્ગખંડની બહારથી કોઈ જવાબ લખાવતું હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. તેમના સ્ટાફે આ શખ્સને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો. બીજતરફ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

જોકે બપોર બાદ જયાં પરીક્ષા લેવાતી હતી તે બ્લોકના સ્થળ સંચાલક ખંડ નિરીક્ષક, ક્લેરિકલ અને વહીવટી સ્ટાફ સહિત 10 થી 12 જણાને અહીંથી હટાવી દેવાયા હતા. બાદમાં અહીં નવા સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ક્લાસમાં 29 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જે રીપીટર અને એક્સ્ટર્નલ સ્ટુડન્ય તરીકે પરીક્ષા આપી રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા