Dahod News/ સંજેલીમાં મહિલાને મળી તાલિબાની સજા, પોલીસ હરકતમાં આવી

પ્રેમ સંબંધને સહન કરી શક્યા નહીં અને તાલિબાનીઓની જેમ તેના પર ત્રાસ ગુજાર્યો હતો

Top Stories Gujarat Others Breaking News

Dahod News: દાહોદ(Dahod)માં એક પરિણીત મહિલાને પરપુરૂષ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. સંજેલી(Sanjeli)માં ટોળાએ મહિલા સાથે દુર્વ્યવહાર કરી અર્ધનગ્ન કરી ગામમાં ફેરવતા ચકચાર મચી ગઈ હતી. ટોળાએ અનૈતિક સંબંધ મામલે તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પીડિતાની મદદે આવી હતી, તેમજ આગળ તપાસ શરૂ કરી હતી.

સંજેલી તાલુકાના એક ગામમાં, લોકોએ એક પરિણીત સ્ત્રીને સજા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પરિણિતા બીજા પુરુષ સાથે પ્રેમમાં હતી. ગામના લોકોને જાણ થતાં પરિણિતાને ઘરમાંથી બહાર ખેંચી ક્રૂરતાપૂર્વક નિર્દયતાથી માર માર્યો હતો. તેમણે મહિલાને બાઇક કેરિયર સાથે સાંકળથી બાંધી અને રસ્તા પર ખેંચી ગયા અને ગામમાં અર્ધ નગ્ન હાલતમાં ફેરવી હતી. ગામના લોકોને સ્ત્રીના બીજા પુરુષ સાથેના પ્રેમ સંબંધને સહન કરી શક્યા નહીં અને તાલિબાનીઓની જેમ તેના પર ત્રાસ ગુજાર્યો હતો. અંદાજે 10 થી 15 લોકોના ટોળાએ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે.

28 જાન્યુઆરીના રોજ સંજેલીમાં ઘટના બની હતી. મહિલા પર થયેલા ત્રાસનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. સંજેલી પોલીસ(Sanjeli Police)ને ઘટનાની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનેગારો અને મહિલાનો વાંધાજનક વીડિયો વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી, ત્યારબાદ તેમણે મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરાવ્યો હતો. પીડિતાએ તેના સસરા અને દીયર સહિત 15 લોકો સામે ફરિયાદ કરી હતી. પીડિતાએ 11 પુરુષો અને 4 મહિલાઓના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદમાં નજીવી બાબતે મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા

આ પણ વાંચો:દાહોદમાં ST બસ ડ્રાઇવરનો આપઘાત: પરિવારનો આક્ષેપ ડેપો મેનેજરના ત્રાસથી આપઘાત કર્યો

આ પણ વાંચો:દાહોદમાં નકલી NA કેસઃ દાહોદ પોલીસે જમીન પ્રકરણમાં 4 અધિકારીઓની અટકાયત