Gandhinagar News/ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ પદભાર સંભાળ્યો

વય નિવૃત થતાં મુખ્ય સચિવ રાજકુમારને ભાવભરી વિદાય આપતાં વરિષ્ઠ સનદી અધિકારીઓ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જોષીએ આજે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. મુખ્ય સચિવ જોષીને નિવૃત થઈ રહેલા મુખ્ય સચિવ રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ જોષીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્‍ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે, અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.

ભારત સરકાર અને ગુજરાત સરકારનું એક જ વિઝન રહ્યું છે, ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્નો કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોકયુમેન્ટ 2 થીમ પર આધારિત છે, અર્નીગ વેલ અને લીવિંગ વેલ આ બંને થીમને ધ્યાને રાખીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

આ સાથે વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ‌ તેમજ વિવિધ વિભાગોના વડા- અધિકારીઓએ ભાવભરી વિદાય આપીને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ, અધિક મુખ્ય સચિવ શ્રી જે.પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર સહિત વિવિધ સનદી અધિકારીશ્રીઓએ શ્રી રાજકુમાર સાથે તેમણે  કરેલા કાર્યોના સ્મરણ યાદ કરીને તેમની વહિવટી કુશળતાને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની શ્રી પંકજ જોષી વર્ષ ૧૯૮૯માં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જોડાયા હતા. શ્રી જોષીએ સિવિલ ઈજનેરીમાં બી.ટેક. તેમજ જળ ક્ષેત્રે એમ. ટેક.નો અભ્યાસ કર્યો છે. તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારીથી શરૂ કરીને સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સફળતાપૂર્વક ફરજ બજાવીને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને હવે ગુજરાતના મુખ્ય સચિવશ્રી તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના નવા મુખ્ય સચિવ પંકજ જોશી, સીએસ રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત્ત

આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની 4થી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

આ પણ વાંચો: અજીત ડોભાલે ત્રીજી વખત બનાવ્યા NSA, જાણો PMના મુખ્ય સચિવ કોણ…