નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 2025-26ના બજેટમાં 12.75 લાખ સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કરીને મધ્યમ વર્ગને ખુશ કરી દીધો છે. લોકોને દસ લાખ સુધીની આવક પર કરમુક્તિની આશા હતી. હવે બાર લાખ સુધીની આવક પર કરમુક્તિ આપવામાં આવી છે. તેનો સીધો અર્થ એમ થાય કે મહિને એક લાખ રૂપિયા સુધીની આવક હોય તો પણ એક રૂપિયાનો વેરો ભરવો નહીં પડે. આમ મોંઘવારીનો માર સહન કરતાં લોકોને મોટી રાહત મળી છે. અગાઉ સાત લાખ સુધીની આવક કરમુક્ત હતી.
આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યા છે. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ જાય છે. 12થી 15 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 20થી 25 લાખની આવક પર 25 લાખ રૂપિયા ટેક્સ લાગશે. 75 000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડકશનનો પણ લાભ મળશે. બજેટના નવા સ્લેબ મુજબ ચારથી આઠ લાખની વાર્ષિક આવક પર પાંચ ટકા, 8થી 12 લાખની વાર્ષિક આવક પર 10 ટકા, 12થી 15 લાખની આવક પર 15 ટકા અને 16થી 20 લાખની આવક પર 20 ટકા વેરો લાગશે.
આ પણ વાંચો:બજેટ પહેલા LPG ગેસ સિલિન્ડર સસ્તું, દિલ્હી, જયપુર, મુંબઈમાં આ હશે નવી કિંમત
આ પણ વાંચો:બજેટ પછી તમારો આવકવેરો કેટલો વધ્યો કે ઘટ્યો? સંપૂર્ણ માહિતી અહીં ઉપલબ્ધ
