Not Set/ કાશ્મીરમાં ટેરર ફંડિંગનું સાઉદી અરબ કનેક્શન આવ્યું સામે, NIA ના રડાર પર માસ્ટરમાઇન્ડ એજાઝ બટ્ટ

કાશ્મીરના ખીણમાં આતંકવાદીઓનું કરવામાં આવી રહ્યું છે ફંડિંગ જે બાબતે NIA ને મોટી જાણકારી મળી છે. એનઆઈએને ટેરર ફંડિંગના સાઉદી અરબ કનેક્શન મામલે ખબર પડી છે. એનઆઈએના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી સરગના સૈયદ સલાહુદ્દીનના પુત્ર શાહિદ યુસુફે એનઆઈએ સમક્ષ આ વાતની રજુઆત કરી હતી. શાહીદ યુસુફના જણાવ્યા મુજબ તેના એકાઉન્ટમાં સાઉદી અરબમાં […]

Top Stories

કાશ્મીરના ખીણમાં આતંકવાદીઓનું કરવામાં આવી રહ્યું છે ફંડિંગ જે બાબતે NIA ને મોટી જાણકારી મળી છે. એનઆઈએને ટેરર ફંડિંગના સાઉદી અરબ કનેક્શન મામલે ખબર પડી છે. એનઆઈએના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી સરગના સૈયદ સલાહુદ્દીનના પુત્ર શાહિદ યુસુફે એનઆઈએ સમક્ષ આ વાતની રજુઆત કરી હતી.

શાહીદ યુસુફના જણાવ્યા મુજબ તેના એકાઉન્ટમાં સાઉદી અરબમાં બેઠેલા હિઝબુલ મુજાહિદ્દીનના ગેંગસ્ટર એજાઝ અહમદ બટ્ટ દ્વારા કેટલી વાર પૈસા મોકલવામાં આવ્યા છે. આના આધારે એનઆઈએ હવે સાઉદી અરબમાં રહેતા એજાઝ એહમદ બટ્ટ પર તૂટી પડવાની પુરી તૈયારી શરુ કરી દીધી છે.

એનઆઈએના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર એજાઝ એહમદ બટ્ટના સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી દીધી છે. પણ એનઆઈએ ફરી એક વાર એજાઝ એહમદ બટ્ટ પર કડક કાર્યવાહી કરવા માટે સાઉદી અરબ એસ્ટાબ્લિશમેન્ટ સાથે ટૂંક સમયમાં વાતચીત કરી શકે તેવી શક્યતા છે.