Junagadh News/ જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ મહેશગિરી-ગિરીશ કોટેચા આમનેસામને

જૂનાગઢમાં મહેશગીરી અને ગિરીશ કોટેચા ફરીથી આમને-સામને થયા છે. શિવરાત્રિના મેળાને લઈને બંને આમનેસામને આવી ગયા છે.

Gujarat Top Stories Others Breaking News

Junagadh News: જૂનાગઢમાં મહેશગીરી (Maheshgiri) અને ગિરીશ કોટેચા ફરીથી આમને-સામને થયા છે. શિવરાત્રિના મેળાને લઈને બંને આમનેસામને આવી ગયા છે. મહેશગીરીએ જણાવ્યું છે કે હરિગીરી અને તેની ટોળકી મેળામાં ગમે તે હદે જી શકે છે. તેમણે મેળામાં વધુ બંદોબસ્ત રાખવા સરકારને વિનંતી કરી છે.

તેમણે દાવો કર્યો છે કે હરિગીરીની ટોળકી મેળો બગાડવાનો પ્રયત્ન કરશે. આ અંગે ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિવેદન આપ્યું છે કે મહેશગીરીએ શિવરાત્રીના મેળાને બદનામ કરી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે શિવરાત્રીના મેળામાં મહેશગીરી પર પ્રતિબંધ મૂકાશે. તેમણે જણાવ્યું હતું કે બધા અખાડાઓમાંથી મહેશગીરીની હકાલપટ્ટી થઈ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ મહેશગીરીએ જૂનાગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર ટ્રસ્ટી બનીને ધાર્મિક સ્થળો પર કબજો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. હવે ગિરીશ કોટેચાએ મહેશગીરી બાપુને પણ પડકાર ફેંક્યો છે. કોટેચાએ મહેશગીરીને જાહેર ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. કોટેચાએ મહેશગીરી પર વધુ આરોપ લગાવતા કહ્યું કે મહેશગીરી બાપુ ફિલ્મી દુનિયામાં જવાના હતા.

કોટેચાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મહેશગીરી ગમે ત્યારે પોતાના ગુરુ બદલી નાખે છે. કોટેચાએ મહેશગીરીને ગુરુ વસંતગીરી બાપુ દ્વારા આપવામાં આવેલા મૂળ કાગળો રજૂ કરવા પડકાર ફેંક્યો. તેમણે આરોપ લગાવ્યો કે મહેશગીરી જૂનાગઢ આવ્યા પછી સંતોમાં આંતરિક ઝઘડો શરૂ થઈ ગયો છે.

કોટેચા મહેશગીરી બાપુને ભૂતનાથ મંદિરની જગ્યા કેવી રીતે મળી તે અંગે સીબીઆઈ તપાસની પણ માંગ કરશે. ગિરીશ કોટેચા સાથે, ભૂતનાથ મંદિરના બ્રાહ્મણ વસંતગિરિ બાપુના શિષ્ય શિવગિરિ પણ હાજર હતા. શિવગીરીએ દાવો કર્યો હતો કે જો તે સાચું હોય તો મહેશગીરીએ ભૂતનાથ મંદિરના પુરાવા જાહેર કરવા જોઈએ. શિવગીરીએ મહેશગીરીના કટ્ટર સમર્થકો તરફથી તેમના જીવને ખતરો હોવાની આશંકા પણ વ્યક્ત કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેશગીરી બાપુએ હરિગીરી સામે કર્યા ચોંકાવનારા ખુલાસા, દારૂ અને મૂજરાના વીડિયો કર્યા જાહેર

આ પણ વાંચો: હરિગીરી બાપુની ગેંગના સામ્રાજ્યનો અંત આવશેઃ મહેશગીરી

આ પણ વાંચો: અંબાજી-ભીડભંજન મંદિરના વિવાદમાં દત્તાત્રેયનો કબ્જો તંત્રએ કેમ લીધોઃ મહેશગીરી