Porbandar News/ કુખ્યાત મેરામણ ખુંટીની હત્યાઃ CCTV ફૂટેજમાં થયા ચોંકાવનારા ખુલાસા!

પોરબંદરમાં કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા થઈ હતી, જેમાં વધુ તપાસમાં CCTV મારફતે અનેક ખુલાસાઓ થયા છે.

Top Stories Gujarat Others Breaking News

Porbandar News : પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યાની તપાસમાં પોલીસે CCTV ફૂટેજની શોધખોળમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેરામણની હત્યા મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, મેરામણ અને આરોપીઓ વચ્ચે તકરારો ચાલતી હતી. મુરૂ મોઢવાડીયા હત્યા કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ મામલે તપાસ આગળ વધારી છે.

મળતી માહિતી અનુસાર, પોરબંદરના બખરલા ગામે જૂના ઝઘડાની અદાવતમાં ગઈકાલ રાતે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે, જૂના મનદુ:ખમાં મેરામણ ખુંટીની હત્યા કરવામાં આવી હતી. ગામનાં મંદિર નજીક તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી આરોપીઓ ફરાર થયા હતા. આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે. પોરબંદરમાં કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા કરવામા આવી અને મેરામણની હત્યાના CCTV સામે આવ્યા. મુરૂ મોઢવાડીયા આ હત્યા કેસમાં સંડોવણી હતી. મેરામણ પર ગામનાં મંદિર નજીક તિક્ષ્ણ હથિયાર વડે મેરામણ પર હુમલો કરવામાં આવ્યો હતો. બખરલા ગામે મેરામણની હત્યાથી ચકચાર પામી છે.  મેરામણ અને આરોપીઓ વચ્ચે અગાઉથી તકરાર ચાલતી હતી. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર મામલે પોલીસવડા ભગીરથસિંહ જાડેજાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ મામલે ગ્રામ્ય DySP સુરજિત મહેડુંએ પત્રકાર પરિષદ યોજી હતી અને વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જૂના મનદુ:ખમાં મેરામણ ખુંટીની હત્યા કરાઈ છે. ગામનાં મંદિર નજીક તિક્ષ્ણ હથિયાર વડે મેરામણ પર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કુખ્યાત મેરામણ ખુંટી ભીમા દુલા ઓડેદરાના ભાણેજ હતો. આ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદાકીય પગલા માટે કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદના પુત્રની આત્મહત્યા, પટનામાં MLC આવાસમાં ફાંસીથી લટકતી લાશ મળી 

આ પણ વાંચો: કુખ્યાત મેરામણ લંગી માલદે ખૂંટીની હત્યા

આ પણ વાંચો: નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ