Valsad News/ વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

વલસાડ જીલ્લામાં SMCની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે.

Top Stories Gujarat Others Breaking News

Valsad News: વલસાડ (Valsad) જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) સપાટો બોલાવ્યો છે. ભીલાડ ચેકપોસ્ટ નજીકથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે, તેમજ 91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જીલ્લામાં SMCની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. બાતમીના આધારે રેડ પાડી 71 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. તેમજ એસએમસીએ 1 આરોપીની ધરપકડ કરી છે, અન્ય 3 આરોપીઓ ફરાર થઈ જતાં વોન્ટેડ જાહેર કરાયા છે. એસએમસીએ ટ્રક સહિત 91.41 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. SMCના દરોડા દરમિયાન ભીલાડ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.

થોડા દિવસ અગાઉ મોરબી(Morbi)માં વધુ એક વખત એસએમસી(SMC)ના દરોડા પડ્યા હતા. શનાળા ગામ પાસે ગોડાઉનમાં 1 હજાર જેટલી દારૂ(Liquor)ની પેટી સાથે ટેલર ઝડપી પાડી 4 લોકોની ધરપકડ કરી છે. SMCના દરોડા પડતા મોરબી પોલીસ પર સવાલો ઉઠી રહ્યાં છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવે છે્. પરંતુ ગુજરાત પોલીસ (Gujarat Police) રાજ્યને દારૂમુક્ત રાખવા કટિબદ્ધ જણાઈ રહી છે. રાજકોટ જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગોંડલ તાલુકામાં ભોજપુરા ગામમાં બાતમીના આધારે રામાપીર મંદિર પાસે વોચ રાખી હતી, દરમિયાન એક વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. શંકાના આધારે એસએમસીએ પોલીસે પીકઅપવાનને ઝડપી 5 ઈસમોને ઝડપવાનો પ્રાસ કર્યો હતો. જોકે, 5 ઈસમો ત્યાંથી નાસી છુટ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ ટીમે (SMC) રાત્રે મોરબીના રાજપર રોડ પર એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જ્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. દારૂના જથ્થાને એક ટ્રેલરમાંથી નાનો ટેમ્પો (છોટા હાથી)માં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે SMCની ટીમે સમય જોતાં જ બૂટલેગરો પર ત્રાટકી પડી હતી. દરોડામાં દારૂની અંદાજે 1000 બોટલો મળી આવી છે. પોલીસે મુદ્દામાલ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં SMCની મોટી કાર્યવાહી, જાણો કેવી રીતે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો

આ પણ વાંચો:મોરબીમાં SMC ની ટીમે પિસ્ટલ અને કાર્ટીજીસ સાથે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો:પાટડીમાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી, PI એમ.કે.ઝાલા સહિત 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ