Not Set/ હિન્દુ ધર્મ વિશે અભદ્ર ટીપ્પણી કરનાર સામે રોષ, બ્રહ્મસમાજ તેમજ વિવિધ સંગઠનોએ ધરણાં યોજ્યાં

કચ્છ, હિન્દૂ ધર્મ વિશે અપશબ્દો બોલી કચ્છની શાંતિ ડહોળનારા વામન મેશ્રામ વિરૂદ્ધ ભૂજમાં ગાંધીજીની પ્રતિમા પાસે બ્રહ્મ સમાજે  ધરણાં યોજ્યાં હતાં. વામન મેશ્રામ વિરુદ્ધ એસપીને વિવિધ હિન્દુ સંગઠનોએ પુરાવા આપવા છતાં ફરિયાદ સ્વીકારી ન હતી. કચ્છ ભૂદેવ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, સમસ્ત સનાતન હિન્દુ ધર્મ, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ગૌ રક્ષા કમાન્ડો […]

Gujarat Others

કચ્છ,

હિન્દૂ ધર્મ વિશે અપશબ્દો બોલી કચ્છની શાંતિ ડહોળનારા વામન મેશ્રામ વિરૂદ્ધ ભૂજમાં ગાંધીજીની પ્રતિમા પાસે બ્રહ્મ સમાજે  ધરણાં યોજ્યાં હતાં.

વામન મેશ્રામ વિરુદ્ધ એસપીને વિવિધ હિન્દુ સંગઠનોએ પુરાવા આપવા છતાં ફરિયાદ સ્વીકારી ન હતી. કચ્છ ભૂદેવ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, સમસ્ત સનાતન હિન્દુ ધર્મ, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ગૌ રક્ષા કમાન્ડો પરિષદ, સમસ્ત કચ્છ બ્રહ્મ સમાજ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ ના વિવિધ સંગઠનો અને સમાજ ના નાગરિકો દ્વારા વામન મેશ્રામ સામે એએફઆઈઆર દાખલ થાય તેવી માંગ કરી હતી.

તાજેતરમાં નખત્રાણામાં વામન મેશ્રામની જાહેરસભા હતી. ત્યારે તેણે હિન્દૂ સમાજ વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા જેના વિરુદ્ધમાં એએફઆઈઆર દાખલ કરવા માટે પશ્ચિમ ક્ચ્છ પોલીસ વડાને ફરિયાદ કરાઈ હતી .