Gandhinagar News/ UCC માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના, ‘મૌલાના-ઉલેમાઓનો સમાવેશ કરો’: ઈમરાન ખેડાવાલા

ગુજરાતમાં હવે થોડા સમયમાં UCC લાગુ કરાશે, SC ના નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં 4 સભ્ય સહિત કમિટી બનાવવામાં આવી છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કમિટિમાં મૌલાનાનો સમાવેશ કરવા માગ કરી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Ahmedabad News : રાજ્યમાં UCCના અમલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. UCC લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. UCCના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજુ રાજ્ય બનવા જઈ રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડ(UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે.  કમિટીમાં કોઈ મુસ્લિમ સભ્ય ન હોય ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, કમિટીમાં મુસ્લિમ મૌલાના કે ઉલેમાનો સમાવેશ કરવો જોઈએ. તો આદિવાસી નેતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજને UCCથી બહાર રાખવાની માગ કરવામા આવી છે.

UCC કમિટીના અધ્યક્ષ અને સભ્યો

રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ)

વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીના (સભ્ય)

એડ્વોકેટ આર.સી.કોડેકર (સભ્ય)

ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર (સભ્ય)

સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ (સભ્ય)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા 5 સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરાશે. તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ IAS સી.એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ નિર્ણયની ભૂમિકા આપી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પદચિન્હો પર ચાલતા ગુજરાતે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે. આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર ‘જે કહેવું તે કરવું’ના કાર્ય મંત્રને અનુસરે છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, 370 કલમ નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારીશક્તિ વંદના અધિનિયમ અને ત્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યાં છે.  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, એ જ દિશામાં આગળ વધતાં વડાપ્રધાનશ્રી સમાન નાગરિક ધારાના અમલ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનના સંકલ્પોને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે.

આ હેતુસર રાજ્ય સરકારે UCC ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરી છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈપણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય તેવી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સમાન નાગરિક ધારાના અમલની નેમ સાથે આગળ વધશે તેમ જણાવ્યું હતું. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, કાયદા સચિવ રાવલ, સંસદીય બાબતોના સચિવ ગોઠી, વૈધાનિક બાબતોના સચિવકમલેશ લાલા વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: UCC મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કમિટીની કરી રચના

આ પણ વાંચો: UCCમાં મિલકતની વહેંચણીના નિયમો બદલાયા, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો પણ મિલકતના હકદાર

આ પણ વાંચો: હલાલા અને ઇદ્દત શું છે? ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ આ પ્રથાઓ બંધ થઈ જશે