Vadodara News/ GEBના કોન્ટ્રાક્ટ વીજ કર્મચારીને કરંટ લાગતાં મોત, વીજશોક લાગતાં સીડી પર …

વડોદરામાં એક કોન્ટ્રાક્ટના વીજ કર્મચારીને ચાલુ ફરજ પર કરંટ લાગતાં મોત નીપજ્યું હતું, વીજલાઈન બંધ હોવા છતાં કેવી રીતે શોક(કરંટ) લાગ્યો હતો ? પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News : વડોદરાના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ વિસ્તારમાં આવેલ જ્યોત નગર, રામેશ્વર નગર બાજુમાં વીજ લાઈન પર GEBના RD ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટના કર્મચારીને કામ કરતાં અચાનક કરંટ લાગતાં મોત નિપજ્યું. કર્મચારીને થાંભલા પરથી ઉતારી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં અને ગોત્રી વીજ વિભાગમાં આવતું જ્યોતિનગર પાસે વીજ લાઈનમાં કામ કરતાં GEBના RD ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટના કર્મચારીને કામ કરતાં અચાનક કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. જેમા GEBની મેઈન લાઇન બંધ હતી, તેમ છતાં ઇન્વર્ટર લાઈન બેક મારતા કામ કરતા પેટા કોન્ટ્રાક્ટ કર્મચારીને કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ લટકી ગયો હતો. બાદમાં સહકર્મી કર્મચારીઓ દ્વારા તેને નીચે ઉતારી 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, કર્મચારીનું મોત નીપજ્યું હતું. આ કર્મચારી GEBના પેટા કોન્ટ્રાક્ટ પર હતો અને વીજ લાઈન બંધ કરીને કામ કરતા હતાં. આ કર્મચારીનું નામ ધર્મેન્દ્ર હસમુખભાઈ જયશ્વાલ હોવાનુ હાલમાં સામે આવ્યું છે અને તેઓ જે ભાણિયારા ગામના વતની હોવાનુ જાણવા મળ્યું છે.

સમગ્ર મામલા અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ગોરવા પોલીસ મથકના PI કે. એન. લાઠીયાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે અમને માહિતી મળી અને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કરંટ કઈ રીતે લાગ્યો અને આ લાઇન બંધ હોવા છતા વીજ પુરવઠો કઈ રીતે આવ્યો અને કર્મચારીનું કઈ રીતે મોત થયું? તે અંગેની તપાસ સ્થળ પર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ દ્વારા આગળની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી

આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી