Mahesana News : USમાં ગેરકાયદે વસતા ભારતીયોને ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથેનું USનું પ્રથમ લશ્કરી વિમાન અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચ્યુ. આ વિમાનમાં જે લોકો અમેરિકાથી પરત આવ્યા છે, તેમાં ગુજરાત, પંજાબ અને હરીયાણાના લોકોનો સમાવેશ થાય છે. ગુજરાત કુલ 33 લોકોને USથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુરના ચંદ્રનગરની યુવતી નિકીતા પટેલ પણ તેમાંથી એક છે. યુરોપ ફરવા ગયેલી યુવતી અમેરિકા પણ ગઈ હતી. અમેરિકા ગઈ તે અંગેની જાણ પરિવારને પણ ન હતી. USથી ડિપોર્ટ થયાના સમાચાર મળતા પરિવારને તેની જાણ થઇ હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેમની દિકરીને યૂરોપ મોકલી હતી.. યુરોપથી નિકીતા કઇ રીતે અમેરિકા પહોંચી, તે કેટલા સમયથી અમેરિકા હતી, તેને લઇને હજુ પરિવાર પાસે પણ કોઇ જાણકારી નથી. યુરોપથી જ નિકિતા ગેરકાયદે રીતે અમેરિકા ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડિપોર્ટ કુલ ગુજરાતીઓ
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્થળાંતર કરનારાઓનું સ્વાગત કરશે અને એરપોર્ટ પર કાઉન્ટર સ્થાપિત કરશે. પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે US સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકોને, જેમણે તે દેશના અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે, તેમને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ મળવું જોઈતું હતું.
પંજાબના મંત્રીએ કહ્યું કે ઘણા ભારતીયો ‘વર્ક પરમિટ’ પર અમેરિકામાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની જાય છે. તેમણે કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે વિદેશ મંત્રી S જયશંકરને મળવાની યોજના ધરાવે છે, જેથી તેઓ અમેરિકામાં રહેતા પંજાબીઓની ચિંતાઓ અને હિતોની ચર્ચા કરશે. હવે સવાલ એ છે કે સરકાર આ ડિપોર્ટ થયેલ લોકો માટે આગળ શું કરશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: ગેરકાયદેસર NRIને લઈ જતું પ્લેન આજે અમૃતસર પહોંચશે, મોદીની યુએસ મુલાકાત પહેલા ટ્રમ્પનું મોટું પગલું
આ પણ વાંચો: US માં ભારતીય વિદ્યાર્થીઓએ દેશનિકાલના ડરથી પાર્ટ-ટાઇમ નોકરી છોડી, ઇમિગ્રેશન ક્રેકડાઉનમાં થયો વધારો
