Gujarat News : ગુજરાતના શહેરોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. મોરબીના માળિયા વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ITના અધિકારીઓ દ્વારા સવારથી સર્ચ હાથ ધરાયું છે.
માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં અધિકારીઓદ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તે સિવાય વહેલી સવારથી અમદાવાદ ઉપરાંત રાજકોટના અધિકારીઓ દ્વારા પણ સર્ચ હાથ ધરાઈ છે. વહેલી સવારથી અમદાવાદ ઉપરાંત રાજકોટના અધિકારીઓ પણ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. જેમાં બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર તવાઈ આવી છે.
દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ IT વિભાગ ત્રાટક્યું
બોડકદેવ વિસ્તારમાં આવેલી દેવ ગ્રુપ ઓફ કંપનીના કોર્પોરેટ હાઉસમાં સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના 30 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં આવેલી દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવ જેવા પોસ્ટ વિસ્તારમાં મોટા કોર્પોરેટ હાઉસમાં રેડ પડતા સન્નાટો છવાયો છે.
દેવ સોલ્ટના ત્રણેય સ્થળે દરોડા
મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં મીઠાનું ઉત્પાદન કરતી દેવ સોલ્ટ ગ્રુપની વિવિધ લોકેશન પર આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગે 25 અલગ-અલગ ટીમ બનાવીને આ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં લગભગ 100 જેટલા અધિકારી અને કર્મચારી જોડાયા છે. ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા માળીયા મિયાણાના હરિપર નજીક આવેલી દેવ સોલ્ટની મુખ્ય ઉત્પાદન ફેક્ટરી ઉપરાંત, જામનગર અને અમદાવાદમાં આવેલી કંપનીની ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૂળ જામનગર અને અમદાવાદમાં ઓફિસ ધરાવતા આ ગ્રુપ સામે આવકવેરા વિભાગે એક સાથે ત્રણેય સ્થળે દરોડા પાડ્યા છે.
આ પણ વાંચો:વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
આ પણ વાંચો:ગીર સોમનાથ LCBએ બૂટલેગરોના ઉમંગ પર ફેરવ્યું પાણી, 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ પણ વાંચો:વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે 1.78 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો
