Banaskantha News/ બનાસકાંઠામાં ધાનેરાના વિભાજનના વિરોધ વચ્ચે સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય

સતત ખેડૂતોની રજુઆતના પરિણામે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે.

Top Stories Gujarat Breaking News

Banaskantha News: બનાસકાંઠા(Banaskantha)માં ધાનેરા(Dhanera)ના વિભાજનના વિરોધ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. સતત ખેડૂતોની રજુઆતના પરિણામે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ધાનેરાના 55 ગામોના તળાવ નર્મદાના નીરથી ભરાશે. થરાદના 60 અને ધાનેરાના 55 ગામના તળાવ ભરવાનું ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સતત વિરોધના કારણે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ધાનેરાના 55 ગામોના તળાવ નર્મદાના નીરથી ભરાશે. થરાદના 60 અને ધાનેરાના 55 ગામના તળાવ ભરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

સરકારે પાઇપ લાઈન માટે 1048 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. તળાવ ભરાતા ખેડૂતોને જમીનના તળ ઉપર આવવાની આશા છે, ધાનેરા અને થરાદના ઘણા વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન હતો, જે હવે ઉકાલાશે.

હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં ૬૦૦ આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં ૬૨૫૭ ચો. કિ.મી અને બાનસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યુ છે. આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાનેરામાં બનાસ જિલ્લામાં રહેવા માટે 21 દિવસથી ચાલતો આકરો વિરોધ

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં વિભાજન બાદ વિરોધ: કાંકરેજ અને ધાનેરાના લોકોનો આક્રોશ

આ પણ વાંચો:બનાસકાંઠાના ધાનેરામાં હત્યા, શેરડીના કાલા પર શ્રમિકને મારી નંખાયો