Banaskantha News/ બનાસકાંઠામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

જો સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠા(Banaskantha)માં જમીન સંપાદન (Land Acquisition) મુદ્દે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે જમીન સંપાદન મામલે નવા જંત્રી ભાવ મુજબ વળતરની માગ ખેડૂતોએ કરી છે તેમજ યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જીલ્લામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ આંદોલનની બાંગ પોકારી છે. થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે (Express way) જમીન સંપાદન મામલે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. સંપાદન થયેલ જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોએ માગ કરી છે. બજાર ભાવ મુજબ જમીનના વળતર માટે ખેડૂતોએ માગ કરી છે. નવા જંત્રી ભાવ મુજબ વળતરની માંગ સાથે આવેદન અપાયું છે.

જો સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે. વજેગઢ, નાની-મોટી પાવડ, મલુપુર ગામના ખેડૂતોએ અધિકારીને આવેદન આપી વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે સરકાર અમારી માગ પૂરી નહીં કરે તો આંદોલન કરવું પડશે. જૂની જંત્રીની કિંમત અંદાજે 15 થી 50 રૂપિયા છે. જો સરકાર નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવે તો ખેડૂતોને લાભ થઈ શકે છે. દિયોદર, લાખણીની 14 જમીનો સંપાદિત થવાનું જાણવા મળ્યું છે, ખેડૂતોની માગણી છે કે કિંમતી જમીનની જંત્રી જો નવા ભાવ પ્રમાણે મળે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમીન સંપાદન મામલે નાગરિકોના અધિકારોને લઈ SCની માર્ગદર્શિકા, સરકારે માનવી પડશે આ ગાઈડલાઈન

આ પણ વાંચો:મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે 100% જમીન સંપાદનનું કામ પૂર્ણ, આ છે નવીનતમ સ્થિતિ

આ પણ વાંચો:ભગવાન રામની સૈાથી ઊંચી પ્રતિમા માટે વધુ 241 એકર જમીન સંપાદન કરવામાં આવશે,જાણો