નિર્ણય/ રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અંગે મહત્વનો નિર્ણય

રાજ્યમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.દિવસેને દિવસે કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.વધતાં જતાં સંક્રમણને અટકાવવા રાજય સરકાર દ્વારા રસીકરણ અંગેનો મહત્વનો નિર્ણય લેવાયો છે.જેમાં જિલ્લાના જાહેર તેમજ ખાનગી રસીકરણ કેન્દ્રો ચાલુ રહશે.1 એપ્રિલ થી30 એપ્રિલ સુધી તમામ રસીકરણ કેન્દ્રો ચાલુ રખાશે.આ ઉપરાંત ગેઝેટેડ રજાઓ સહિત એપ્રિલમાં બધા દિવસે કોરોના રસીકરણ કેન્દ્ર […]

Ahmedabad Gujarat

રાજ્યમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.દિવસેને દિવસે કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.વધતાં જતાં સંક્રમણને અટકાવવા રાજય સરકાર દ્વારા રસીકરણ અંગેનો મહત્વનો નિર્ણય લેવાયો છે.જેમાં જિલ્લાના જાહેર તેમજ ખાનગી રસીકરણ કેન્દ્રો ચાલુ રહશે.1 એપ્રિલ થી30 એપ્રિલ સુધી તમામ રસીકરણ કેન્દ્રો ચાલુ રખાશે.આ ઉપરાંત ગેઝેટેડ રજાઓ સહિત એપ્રિલમાં બધા દિવસે કોરોના રસીકરણ કેન્દ્ર ચાલુ રહેશે.

આ ઉપરાંત ગઈકાલે જ કેન્દ્ર સરકર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો જેમાં વેક્સિન અભિયાન ને ઝડપી બનાવવા સરકાર  દ્વારા હવે 45 વર્ષથી વધુ વયના લોકો દરરોજ કોરોના વેક્સિકન આપી શકાશે . આ ઉપરાંત  બપોરના  3 વાગ્યા  પછી એવા લોકોને પણ વેક્સિન આપવામાં  આવશે  જેમને રજીસ્ટ્રેશન  કરાવ્યું ન હોય .

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…