Rajkot News/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું

સારવાર લઈ રહેલા દર્દીઓ, તેમના પરિજનો ઉંદરોથી ત્રસ્ત થઈ ગયા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: ગુજરાતમાં સરકાર દ્વારા દર્દીઓને સુવિધા અને સારી સારવાર મળે તે માટે સરકારી હોસ્પિટલો(Governement Hospital)માં સવલતો ઉભી કરવામાં આવે છે. ત્યારે રાજકોટ(Rajkot)ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં વધી રહેલા ઉંદરના ત્રાસથી તંત્રએ આંખ આડા કાન કર્યાં છે. દર્દીઓનો આરોપ છે કે ઘોર બેદરકારી વચ્ચે દર્દીઓને હેરાન કરવા, દર્દીઓના જીવનને જોખમમાં મૂકવા અને બાળકોના મૃત્યુ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી જેવા મોંઘા વિભાગોમાં દાખલ દર્દીઓ હવે એક નવી પીડાદાયક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ઉંદર પકડવા પિંજરા (Cage) મૂકવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, શહેરની સિવિલ હોસ્પિટલના PMSY બિલ્ડિંગના ચોથા માળે પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં બે મહિલાઓ સહિત ત્રણ દર્દીઓના હાથ-પગ મોટા ઉંદરોએ કરડ્યા હતા. ઉંદરો(Rat)એ કરડેલા દર્દીઓમાં કાલાવડ રોડના રહેવાસી વનિતાબેન ચપટા અને જસદણના રહેવાસી ભાનુબેન રાદડિયા અને રમેશભાઈ જીવનભાઈનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તેઓ પોતે પણ ઉંદરોની ક્રૂરતાનો ભોગ બન્યા હતા.

રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો હતો.  સારવાર લઈ રહેલા દર્દીઓ, તેમના પરિજનો ઉંદરોથી ત્રસ્ત થઈ ગયા હતા. આ હેરાનગતિની જાણ મંતવ્ય ન્યૂઝને કરવામાં આવતા મંતવ્ય ન્યૂઝે બેદરકારો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી સરકારને કાર્યવાહી કરવા મજબૂર કર્યા હતા. અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે.  હોસ્પિટલમાં ઠેર ઠેર ઉંદર પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે. PMSSY, OPD બિલ્ડીંગમાં પિંજરા મૂકી ઉંદરોનો પકડવા તંત્ર કામે લાગ્યું છે.

મળતી વિગતો મુજબ અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે. પાંજરે પૂરાયેલા ઉંદરોને હોસ્પિટલથી દૂર છોડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલની ભૂગર્ભ ગટરમાંથી ઉંદરો આવે છે. આવવા જવા માટે રસ્તો કોતરીને પણ પોતાના માટે નવો રસ્તો બનાવતા ઉંદરોને પકડવા તંત્ર એકાએખ સજાગ બની ગયું છે. અધિકારીઓને ઉંદર પકડવા અંગે પૂછતાં જણાવ્યું કે, હવે હોસ્પિટલમાં ઉંદર ભગાડવા દવાનો છંટકાવ પણ કરાશે. ઉંદરોના ત્રાસથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાહત મળશે.

ઉંદરોના ત્રાસને દૂર કરવા માટે, 2018 માં 20 થી 25 લાખ રૂપિયાનું પેસ્ટ કંટ્રોલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે મેડિકલ ડિરેક્ટરની બદલી અને આરોગ્ય વિભાગના વડા ગાંધીનગરથી બહાર જવાને કારણે, ટેન્ડર પ્રક્રિયા કોઈક રીતે ખોરવાઈ ગઈ છે. ગમે તે હોય, દર્દીઓની માંગ છે કે વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે જાગે અને સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો અંત લાવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ બંધ કરવાના આરોગ્ય મંત્રીના આદેશોનું ઉલ્લંઘન

આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલ બેદરકારી, દર્દીઓ પાસે સગા વ્હાલા નહીં પણ ઉંદરો….