Rajkot News : રાજકોટના મેયરના પ્રયાગરાજ પ્રવાસને લઈને વિવાદ સર્જાયો છે. શહેરના વિકાસના કામો અને પ્રજાની સુખાકારી માટે ચૂંટાયેલા મેયર મહાકુંભમાં સ્નાન કરવા અને પાપ ધોવા માટે ગયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેમની સાથે મહિલા મોરચાના અધ્યક્ષ પણ પ્રવાસમાં જોડાયા હતા. આ પ્રવાસ માટે મેયરે પ્રજાના પૈસાથી ખરીદેલી સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હતો.
અગ્નિકાંડનું પાપ ધોવા મેયરની સંગમમાં ડૂબકી
મળતી માહિતી અનુસાર, રાજકોટના મેયરે પ્રજાના પૈસે ચાલતી સરકારી ગાડીમાં મહાકુંભ પ્રવાસ કર્યો. તેની સાથે મહિલા મોરચાના અધ્યક્ષને પણ સાથે લઈ ગયા. પ્રયાગરાજથી રાજકોટ મેયરની કારના ફોટો સામે આવ્યા હતા. જેમાં સરકારી કાર પર મહિલાઓના કપડાં સુકાતા ફોટો સામે આવ્યા હતા. આ ફોટાઓ વાયરલ થતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રયાગરાજથી રાજકોટ મેયરની કારના ફોટો સામે આવ્યા છે, જેમાં સરકારી કાર પર મહિલાઓના કપડાં સુકાતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મેયરની ટીકા થઈ રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું મેયરે સરકારી કાર પ્રયાગરાજ લઈ જવાની મંજૂરી લીધી હતી ? શુ સરકારી ગાડીનો ઉપયોગ અંગત પ્રવાસ માટે કરી શકાય ? આ મામલે મેયરનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ થઈ શક્યા નહોતા. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર ઘટના પર મેયર શું ખુલાસો આપે છે.
આ પણ વાંચો: મહાકુંભ દરમિયાન અફવાઓનો શિકાર ન બનો, પ્રયાગરાજ જંકશન ખુલ્લું, આ રેલ્વે સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે
આ પણ વાંચો: મહાકુંભમાં વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામઃ કટનીથી પ્રયાગરાજ રસ્તા પર 300 કિ.મી. લાંબી લાઇન
આ પણ વાંચો: મહાકુંભ કોઇના બાપનો નથીઃ મહેશગીરીએ ફરીથી હરિગીરી પર નિશાન સાધ્યું
