Morbi News : મોરબી નજીકના વાંકાનેર તાલુકાના જામસર ગામે ગત રોજ એક ગમખ્વાર ઘટના બની હતી. જેમાં એક કાળમુખા ડમ્પરે 6 વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો હતો. આ ઘટનામાં અન્ય બે બાળકો અને બાળકની માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવાર તેમની બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે એક બેફામ ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 વર્ષના માસૂમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે બાળકો અને તેમની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ, મોરબીમાં કાળમુખા ડમ્પરની અડફેટે 6 વર્ષના માસૂમનું મોત નીપજ્યું છે. ગત રોજ વાંકાનેરના જામસર ગામે ગમખ્વાર ઘટના બની હતી. આજે ગ્રામજનોએ માસૂમનું મોતને પગલે રસ્તા પર ચકકાજામ કર્યો હતો. 2 બાળકો, પત્ની સાથે જઈ રહેલ બાઈક ચાલકને ડમ્પરે અડફેટે લીધો હતો. 6 વર્ષીય માસૂમનું મોત, પત્ની અને નાની બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી. ડમ્પર ચાલકને તાત્કાલિક ઝડપી પાડવાની ગ્રામજનોની માગ કરવામા આવી છે. માસુમના ન્યાયની માગ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ ઘટનાના પગલે આજે ગ્રામજનોએ રસ્તો ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ માસૂમના ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડમ્પર ચાલકને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ગ્રામજનોની માંગ છે કે ડમ્પર ચાલકને તાત્કાલિક પકડીને કડક સજા કરવામાં આવે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ડમ્પરની અડફેટે વધુ એક યુવકનો જીવ લીધો
આ પણ વાંચો: ગુજરાતમાં એક જ દિવસમાં આઠ અકસ્માતમાં 9ના મોત અને 11ને ઇજા
