Nadiad News/ નડિયાદમાં 1 લાખથી વધુની નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ

નડિયાદ શહેરના ભોરવાડ વિસ્તારમાં ધુપેલીના સ્લોટમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ અંગેની માહિતી મળતા એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો.

Top Stories Gujarat

Nadiad News: ગુજરાતમાં વારંવાર નકલી નોટો ઝડપાઈ રહી છે. ત્યારે નડિયાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે. ખેડા એસઓજી પોલીસે પ્રિન્ટર, નકલી ચલણી નોટો છાપવાના સાધનો અને 1 લાખથી વધુની નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના ભરવાડ વિસ્તારમાં ધુપેલીના સ્લોટમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ અંગેની માહિતી મળતા એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદની ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો છાપતા હતા.

એસઓજી પોલીસે પ્રિન્ટર, ચલણ છાપવાના સાધનો અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નડિયાદ લઠ્ઠાકાંડ કેસઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો, સોડા પીવાના કારણે મોત !

આ પણ વાંચો:નડિયાદમાં મલારપુરા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો

આ પણ વાંચો:નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન જળબંબાકારથી કાંસની સફાઈના કૌભાંડનો પર્દાફાશ