Rajkot News: રાજકોટ (Rajkot) જીલ્લાના વિંછીયા (Vinchhiya) તાલુકાના મોટા હડમતીયા ગામની સીમમાંથી રાજકોટ LCBની રેડ દરમિયાન રૂપિયા 6.26 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, વિંછીયા પોલીસે વિદેશી દારૂ ઝડપી મુદ્દામાલ કબ્જે કરી તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ કરનારની ધરપકડ કરનાર સામે ગુનો નોંધ્યો છે, તેમજ વધુ તપાસ શરૂ કરી છે.
વિંંછીયા પોલીસને વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા વિંછીયા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારમાં આવેલ મોટા હડમતીયા ગામની વાડી વિસ્તારનો મકાનનો કબ્જો ભોગવનાર આરોપી મુનાભાઈ જીલ્લુભાઈ ખાચર નામના આરોપીની વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 880 નંગ બોટલ તેમજ બીયર ટીન નંગ 1,008 મળી આવ્યા હતા.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે 880 જેટલી નંગની બોટલો, જેની કિંમત અંદાજે રૂપિયા 6,26,160 લાખ થાય છે, તે મુદ્દામાલ રાજકોટ એલસીબીએ કબ્જે કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ તેની દારૂનું વેચાણ, સપ્લાય અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કામગીરીમાં રાજકોટ એલસીબીની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી ઓડેદરા તેમજ સબ ઇન્સ્પેક્ટર એચ.સી.ગોહિલ તેમજ બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, ધર્મેશ બાવળીયા રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, મહેન્દ્રપાલસિંહ ચુડાસમા, ભાવેશ મકવાણા, વિરમ સમેયા સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલો હતો.
@કરશન બામટા
આ પણ વાંચો:જામનગરના મોટા થાવરીયા ગામમાં 15 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો
આ પણ વાંચો:રાજકોટના જસદણમાંથી એક કરોડનો વિદેશી દારૂ જપ્ત, નર્મદામાં 30 લાખના દારૂનો નાશ
આ પણ વાંચો:જામનગરના મોટા થાવરીયા ગામમાં 15 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો
