Kutch News : કચ્છમાં 36 કલાક બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. આ યુવકનો મૃતદેહ ફતેહગઢ કેનાલમાંથી મળી આવ્યો હતો. શુક્રવારની સાંજે ભીમાસર ગામનો આ યુવક ડૂબી ગયો હતો. બનાવની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા આ યુવકની શોધખોળ કરવામાં આવી હતી.
જોકે પાણી વધારે હોવાથી શોધખોળની કામગીરી નિષ્ફળ નીવડી હતી. જોકે બાદમાં 36 કલાકની લાંબી શોધખોળ બાદ અંતે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ ત્રણ કિલોમીટર દૂર ઝાડીમાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતા રાપર અને આડેસર પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદ : યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યુ
આ પણ વાંચો:સુરતમાં પાંચ બાળકોના પિતાનું ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ
આ પણ વાંચો:સુરતના સગીરા પરના દુષ્કર્મના કેસમાં કાફેની આડમાં કપલ બોક્સ ચલાવતા સંચાલકની ધરપકડ
