Jharkhand news/ ઝારખંડમાં ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ

જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી ગુટખા અને પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Top Stories India Breaking News

Jharkhand News :  ઝારખંડમાં ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના બજારોમાં ઉપલબ્ધ કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રવૃત્તિઓ પર એક વર્ષ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ અંગે અધિક મુખ્ય સચિવ કમ રાજ્ય ખાદ્ય સુરક્ષા કમિશનર અજય કુમાર સિંહે એક આદેશ જાહેર કર્યો છે.જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી ગુટખા અને પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ સાથે ઝારખંડમાં ગુટખાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સૂચના અનુસાર, તમાકુ અથવા ગુટખા અને નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 ની કલમ 30(2)(a) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પ્રતિબંધ અને વેચાણ પર નિયંત્રણો) રેગ્યુલેશન્સ, 2011 ના રેગ્યુલેશન્સ 2, 3 અને 4 હેઠળ જાહેર આરોગ્યના હિતમાં એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.એસીએસ-કમ-ફૂડ સેફ્ટી કમિશનર અજય કુમાર સિંહે આદેશ જાહેર કરતી વખતે,પીઆરડીના ડિરેક્ટરને ત્રણ દિવસ માટે અખબારોમાં સૂચના પ્રકાશિત કરવા જણાવ્યું છે.

જેથી સામાન્ય લોકોને તેની જાણ થઈ શકે. આંકડા મુજબ ઝારખંડમાં મોઢાના કેન્સરથી પીડિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેનું કારણ ગુટખા છે.તમને જણાવી દઈએ કે અગાઉ 8 મે, 2020ના રોજ પાન મસાલાના નમૂનાઓમાં મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવ્યા બાદ તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જ્યારે 2022માં તત્કાલીન સીએમ હેમંત સોરેનની પહેલ પર 11 બ્રાન્ડના પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહાકુંભ પર CM મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, ‘આ મૃત્યુ કુંભ છે’

આ પણ વાંચો: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કહ્યું : મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી,પ્રયાગરાજનાં 73 સ્થળથી પાણીનું ટેસ્ટિંગ કર્યું

આ પણ વાંચો: 21 થી 25 ફેબ્રુઆરી સુધી મહાકુંભ માટે 8 ખાસ ટ્રેનો દોડશે, સમયપત્રક અને રૂટ નોંધી લો