Rajkot News/ ગોંડલમાં મકાન ધરાશાયી થતાં 1 મહિલાનું મોત

ફાયર વિભાગે જેસીબી મશીનોની મદદથી બચાવ કાર્ય શરૂ….

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: ગોંડલ(Gondal)ના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે બે માળના મકાનમાં સમારકામ ચાલી રહ્યું હતું. દરમિયાન ઘર અચાનક ધરાશાયી થઈ જતાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

આ ઘટનાની માહિતી મળતા જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડ(Fire Brigade)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે જેસીબી મશીનોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું. અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો છે.

જેસીબીથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ

સહજાનંદનગરમાં મકાનના રિનોવેશન સમયે બે માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. 1 પુરૂષ અને 2 મહિલા મકાનના કાટમાળમાં દટાયા હતા. કાટમાળમાં દટાયેલા ત્રણ પૈકી બે લોકોનું રેસ્ક્યું કરાયું હતું. જ્યારે કાટમાળમાં ફસાયેલ એક મહિલાનું મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા માતા-પુત્રને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. માતા-પુત્રને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના ડભોઇમાં વહેલી સવારે મકાન ધરાશાયી ,પટેલવાગા વિસ્તારમાં કાચું મકાન ધરાશાઈ થયું

આ પણ વાંચો:સૈયદ રાજપરા ગામે પ્રોટેક્શન દિવાલમાં ગાબડાં, બે મકાન ધરાશાઈ

આ પણ વાંચો:અમદાવાદ કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત