Gujarat News/ ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા વિધેયક -2025વિધાનસભા ગૃહમાં રજુ કર્યું

રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.

Top Stories Gujarat

Gujarat News: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -2025 વિધાનસભા ગૃહમાં રજુ કર્યું.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.રાજયમાં યોગ્ય તબીબી લાયકાત ધરાવતા અને એથીકલ પ્રેકીટસ કરતા ડૉકટરોને રજીસ્ટ્રેશન થકી આવશ્યક કાયદાકીય પીઠબળ મળી રહે અને રજીસ્ટ્રેશનના યોગ્ય ધોરણો ન ઘરાવતી તબીબી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ન થઇ શકે તેવી જોગવાઇ અને તેવા કિસ્સામાં દંડની જોગવાઇ થકી આવી સંસ્થાઓને નિયમન કરી શકાય તે ઉદ્દેશ્યથી આ કાયદો રાજ્યમાં અમલમાં મૂકાયો છે.

હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો આ કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવીને પ્રમાણપત્ર લેવાનું રહે છે…વિધાનસભામા આ કાયદો પસાર થતા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે 12-09-2025સુધી વધારવામાં આવશે …….. અગાઉ 12-03-2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું

આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે 12-09-2026 સુધી થશેકાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ આરોગ્ય સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહી ની જોગવાઈ કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રજીસ્ટ્રેશનને રદ્દ કરવાની તેમજ રૂ. 10 હજાર થી રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઇ રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. 25 હજાર થી લઇ રૂ. 1 લાખ સુધીના દંડ ની જોગવાઇ અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતને આ વર્ષે 30 IAS ઓફિસર મળશે: ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: ‘બજેટ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના પ્રદાન કરશે’: રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો:ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ