Ahmedabad News/ પ્રયાગરાજના યુટ્યૂબરે કુંભ સ્નાન કરતી મહિલાઓના વીડિયો અપલોડ કર્યા : આરોપીઓને 1 માર્ચ સુધીના રિમાન્ડ

ગ્રુપમાં એડ થવા અને વેચાણ માટે રૂ.1000 લેતા, ફોનમાંથી 20 ટેલીગ્રામ ID મળ્યા

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમો પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ, પ્રજ રાજેન્દ્ર પાટીલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. બીજીતરફ પ્રયાગરાજના આરોપીએ કુંભમાં  સ્નાન કરતી મહિલાઓના વીડિયો અપલોડ કર્યા હોવાની ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે આરોપીઓના 14 દિવસની માગ સાથે કોર્ટમાં જણાવ્યું કે, આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે. આરોપીઓ વીડિયોના ગ્રુપમાં એડ કરી અને વીડિયો 800થી 1000 રૂપિયામાં વેચતા હતા.આ ઉપરાંત સબ્સક્રિપ્શનના અલગ-અલગ રેટ લેવામાં આવતા હતા.

બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ? તેની તપાસ કરવામાં આવશે. આરોપીની હાજરી વગર ગુનાના મૂળમાં જવું શક્ય નહીં.જ્યારે આરોપી પ્રજ્વલ અને રાજના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે, 17 ફેબ્રુઆરીએ ગુનો નોંધાયો હતો અને 18 તારીખે ઝડપ્યા હતા. ગૃહમંત્રી અને પોલીસ અધિકારી સિંઘલે(શરદ) આરોપીની અટકાયત કર્યાની પ્રેસનોટ બે દિવસ પહેલા આપી. IT એક્ટ 66E અને 67 મુજબ ગુનો નોંધાયો છે અને બીજી કલમો પાછળથી ઉમેરી, ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવ્યા નથી. ગઈકાલે 1.30 વાગ્યે અટકાયત દેખાડી છે.

48 કલાકમાં ગુનો શોધી નાખ્યો તેવુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં કહ્યું. આ ફરિયાદમાં PSI ફરિયાદી બન્યા છે. શું PSI ફક્ત અમદાવાદ શહેર કે આખા રાજ્યમાં ડેટા તપાસી શકે ?, શું રાજકોટ હોસ્પિટલ કે ડૉક્ટરોની પૂછપરછ કરાઈ?…ના, આ કેસમાં ગેરકાયદે રીતે આરોપીને ગોંધી રખાયા છે. અમદાવાદ પોલીસને તપાસ કરવાની કે રિમાન્ડ માગવાની પણ સત્તા નથી. આરોપીનો ફોન પોલીસ કસ્ટડીમાં છે, કેસ ટેકનિકલ એવિડન્સ ઉપર આરોપીઓએ વીડિયો ઊતાર્યો નથી.

પૈસાની વાત તો બેંકમાંથી જાણી શકાય અને અમે કોર્ટમાં જાહેર કરવા તૈયાર છીએ, તેમાં આરોપીની ફિઝિકલ હાજરીની જરૂર નથી માટે આ રિમાન્ડ અરજી રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આરોપીના વકીલે SCના જજ ગવઈનું જજમેન્ટ ટાંક્યું હતું.

ચંદ્રપ્રકાશનો રોલ સિમિત છે. ખાલી વીડિયો અપલોડ કર્યા છે કોઈ પૈસા આરોપીના ખાતામાં આવ્યા નથી. મોબાઈલ પોલીસ પાસે જ જમા છે. આનાથી વિશેષ અમે કઈ જાણતા નથી. પોલીસે એક મુદ્દો રજૂ કર્યો હતો કે, લગ્નના હોલના ચેન્જિંગ રૂમના પણ વીડિયો હતા.

દરમિયાન આરોપીઓના વકીલ સામે રજૂઆત કરતા સરકારી વકીલે કહ્યું કે, આરોપીની વિગત મળે પછી જ તેને પકડાયને, સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વીડિયો આખા વિશ્વમાં જોઈ શકાય છે માટે આ ફક્ત અમદાવાદ કે રાજકોટનો જ પ્રશ્ન નથી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ વખતના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે

બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને રૂપિયા કમાતા ત્રણ લોકોને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી લીધા છે. હજી આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે પ્રયાગરાજથી પકડાયેલા આરોપીની ચેનલમાં કુંભના વીડિયો અપલોડ થયા હોવાની વિગતો સામે આવી છે. હવે આ વીડિયો તેણે જાતે ઉતાર્યા છે કે કોઈની પાસેથી મેળવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ, આ સમગ્ર તપાસમાં અલગ અલગ 60થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની શક્યતાના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રેકેટ એક વર્ષથી ચાલતું હતું, જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ સમગ્ર મામલાની તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આઠ મહિનામાં આરોપી લાખો રૂપિયા કમાયો હતો. આરોપી આ વીડિયોને 800 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આઈપી એડ્રેસ પોલીસને મળ્યા છે તે રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના વીડિયો હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ ફોટા-વીડિયો વેચી અને પૈસા કમાતા હતા.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વીડિયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો. આરોપીની ટેલિગ્રામ ચેનલમાં 100થી વધુ સબસ્ક્રાઇબર છે. હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતના વીડિયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. પોલીસ પાસે અનેક જાણકારી સામે આવી છે જે મુજબ 2 અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે.પ્રજ્વલ અશોક તૈલી (અભ્યાસ- ધો. 12 પાસ, રહે. લાતુર, આરોપીનો રોલ- MEGHA MBBS, ANDAMEN PRODUCTION નામની યુટ્યૂબ ચેનલ અને MEGHA DEMOS TELEGRAM GROUP બનાવનાર, આ ઉપરાંત મોલ, હોસ્પિટલ તેમજ અલગ અલગ જગ્યાના સીસીટીવી હેક કરાવતો હતો)

પ્રજ રાજેન્દ્ર પાટીલ નીટની તૈયારી કરે છે, અને મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી છે.  આ ગુનામાં તેના રોલની વાત કરીએ તો તેણે DEMOS TELEGRAM GROUPનું રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર આપનાર તથા આ ગ્રુપમાં સબસ્ક્રિપ્શન માટે જે રૂપિયા લેવામાં આવે એ માટેનું બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કર્યું હતું.
ચંદ્રપ્રકાશ ફૂલચંદ, ભીંસ, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. આ ગુનામાં તેની ભુમિકા જોઈએ તો તેણે  CP Monda નામની યુટ્યૂબ ચેનલ બનાવી વીડિયો અપલોડ કર્યા હતા.

સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રથમ થિયરી મુજબ પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા અંગેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી થિયરીમાં ત્રણ આરોપી પાસે વીડિયો ક્યાંથી અને કેવી રીતે આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પાયલ હોસ્પિટલના CCTV વર્ષ 2024માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા CCTV લગાડવામાં આવ્યા હતા.

આ મામલે વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલા આઈપીએસને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે રાજ્યની મહિલા આઇપીએસ દ્વારા 3000 કિમીથી દૂરથી આરોપીઓ પકડી લેવામાં લાવ્યા છે. સાયબર ટેરરિઝમ પર રોક લગાવનારી પહેલી મહિલા આઇપીએસ લવિના સિન્હા છે. મહિલા આઈપીએસને અભિનંદન આપું છું. પોલીસની ભરતી પ્રક્રિયા પણ એક મહિલા આઇપીએસ નીરજા ગોત્રુ કરે છે.

હાલની મહિલા પોલીસની સંખ્યા ડબલ કરીશું. ગુજરાતમાં મહિલા IPS 34 છે, 22 નવા અને 8 સીધી ભરતીથી IAS મળશે.મહિલાઓની સારવાર દરમિયાન ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડ મામલે JCP શરદ સિંઘલ દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ દ્વારા મહત્ત્વની મદદ મળી છે. 3 મહિનાના સીસીટીવી IP ચેક કરવામાં આવ્યા છે.

આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી ઓપરેટ થતી હતી. મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફૂલચંદ્ર નામની બીજી વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો.

રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલી રહી હોય એ સમયના વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનું અમદાવાદ સાયબર ક્રાઈમના ધ્યાન પર આવતાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોમનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટેલિગ્રામનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી.

આ ગ્રુપમાં કોઈને જોડાવું હોય તો એ અંગે પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાઇરલ થાય એ મહિલાની પ્રાઈવેસીનો ભંગ છે. એ બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મહિલાની પ્રાઇવેસીના ભંગ બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહાકુંભ પર CM મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, ‘આ મૃત્યુ કુંભ છે’

આ પણ વાંચો: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કહ્યું : મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી,પ્રયાગરાજનાં 73 સ્થળથી પાણીનું ટેસ્ટિંગ કર્યું

આ પણ વાંચો: 21 થી 25 ફેબ્રુઆરી સુધી મહાકુંભ માટે 8 ખાસ ટ્રેનો દોડશે, સમયપત્રક અને રૂટ નોંધી લો