Ahmedabad News/ AMC ના અધિકારીએ 65,000ની લાંચ માગી, ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને 65,000ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ AMC માંથી લાંચના સમાચારા સામે આવ્યા છે. AMC ના ડિવિઝનલ ફાયર ઓફિસર લાંચના છટકામાં ઝડપાયો છે. અમદાવાદના પ્રહલાદનગરના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ડ્રાઇવરની ACB દ્વારા અટકાયત કરવામાં આવી છે. ફાયર ઓફિસર લાંચ માંગવાના પ્રકરણમાં ACB એ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBને ફરિયાદ મળી હતી કે, પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયરની કામગીરી માટે 65 હજાર રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જેના આધારે છટકું ગોઠવીને ઇનાયત શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. ACB દ્વારા આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ AMCનો કલાર્ક લાંચ લેતા ઝડપાયો હતો. આ કેસની વિગત મુજબ ફરિયાદીની ટ્રસ્ટની જગ્યામાં તે ટ્રસ્ટી હોઈ ટ્રસ્ટની માલિકીનું રહેણાંક મકાનનું ટેક્ષ બિલ આવતું હતું. આ રહેણાંકદર ટેક્ષ બિલની જગ્યાએ કોમર્શિયલ દરનો ટેક્ષ ભરવો પડશે એમ આરોપીએ કહ્યું હતું. જો આ કોમર્શિયલ દરનો ટેક્ષ ન ભરવો હોય તો રૂ.25,000 ની લાંચ આપવી પડશે એમ આરોપી બિંમતલાલ મારૂએ કહ્યુ હતું. બાદમાં રકઝકને અંતે રૂ.20,000 નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીએ છટકુ ગોઠવીને જુનીયર ક્લાર્ક મારૂની લાંચ લેતા ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં અંકે કોર્ટે આરોપીને 6 વર્ષની સખત કેદ અને રૂ,50,000 નો દંડ ફટકાર્યો હતો.

@ MEHUL DUDHREJIYA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર