World News/ દુનિયામાં પહેલીવખત જન્મજાત અંધત્વનો સફળતાપૂર્વક ઉપચાર

આ બાળકોની દ્રષ્ટિમાં એટલો સુધારો થયો છે કે તેઓ હવે નાની વસ્તુઓ ઉપાડી શકે છે

Top Stories World Breaking News

World News : વિશ્વમાં પહેલીવખત જન્મથી જ અંધત્વની સફતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. તબીબી ક્ષેત્રે આ ખૂબ મોટી સફળતા છે. તબીબી વિજ્ઞાન સતત નવી તકનીકો અને પ્રયોગો દ્વારા ગંભીર રોગોની સારવારના ઉકેલ શોધી રહ્યું છે. જેમાં ઘણા કિસ્સાઓમાં ડોકટરોને મોટી સિદ્ધિઓ પણ મળી રહી છે. તાજેતરમાં લંડનના ડોકટરોએ જનીન ઉપચારનો ઉપયોગ કરીને એક દુર્લભ આંખના રોગની સારવાર કરીને ઉત્તમ કાર્ય કર્યું છે.

આ સારવાર પછી, બાળકોની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે. હકીકતમાં, આ નવી ટેકનોલોજી દ્વારા, ડોકટરોએ લેબર કોનજેનિટલ અમૌરોસિસ (LCA) નામના દુર્લભ આનુવંશિક રોગની સારવારમાં સફળતા પ્રાપ્ત કરી છે.

આ સારવારની વિગત મુજબ આ જનીન ઉપચાર દ્વારા સારવાર શક્ય બનાવવા માટે, લંડનની મૂરફિલ્ડ્સ આઇ હોસ્પિટલ અને યુસીએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજીના નિષ્ણાતોએ ચાર બાળકો પસંદ કર્યા, જેમની ઉંમર એક થી બે વર્ષની વચ્ચે હતી. આ બાળકો અમેરિકા, તુર્કી અને ટ્યુનિશિયાથી આવ્યા હતા. અહીં, ડોકટરોએ કીહોલ સર્જરી દ્વારા 60 મિનિટમાં તેમના રેટિનામાં સ્વસ્થ AIPL1 જનીનની નકલ ઇન્જેક્ટ કરી.

ત્યારબાદ આ જનીનને એક સુરક્ષિત વાયરસમાં દાખલ કરવામાં આવ્યું, જેને બાળકોના રેટિના (આંખોના પ્રકાશ-સંવેદનશીલ સ્તર) માં ઇન્જેક્ટ કરવામાં આવ્યું. જનીનનું આગળનું કાર્ય ફોટોરિસેપ્ટર કોષો (પ્રકાશને સમજતા કોષો) ને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરવાનું છે, જેથી મગજ દ્રશ્યને યોગ્ય રીતે સમજી શકે. કોઈને પણ આ ટેકનોલોજી પર વિશ્વાસ નહોતો, પરંતુ આ એક દુર્લભ બીમારીને દૂર કરવાની સારી પદ્ધતિ છે.

દરમિયાન અહીં, હોસ્પિટલના નિષ્ણાત પ્રોફેસર માઈકલ માઈકલાઈડ્સે પરિણામો સંદર્ભે જણાવ્યું હતું કે  અત્યારે આ જનીન ઉપચારના પરિણામો ખૂબ જ પ્રભાવશાળી છે ઉપરાંત દર્શાવે છે કે જનીન ઉપચાર દ્વારા જીવન પ બદલી શકાય છે. બાળપણના અંધત્વના સૌથી ગંભીર સ્વરૂપો માટે તે અસરકારક સારવાર સાબિત થઈ છે. સારવાર કરાયેલા બાળકોના પરિણામો વિશે વાત કરીએ તો, આ બાળકોની દ્રષ્ટિમાં એટલો સુધારો થયો છે કે તેઓ હવે નાની વસ્તુઓ ઉપાડી શકે છે અને દૂરથી રમકડાં ઓળખી શકે છે. આવનારા સમયમાં, આ ટેકનોલોજી આ રોગથી થતી સમસ્યાઓને દૂર કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બટાટાના પલ્પથી વાળને મજબૂત અને ઘટાદાર બનાવો, જાણો અહીં કેવી રીતે માસ્ક તૈયાર કરશો…

આ પણ વાંચો:વાળને મજબૂત અને ઘટાદાર બનાવે છે મેથીનાં દાણા

આ પણ વાંચો: આ ફૂલનું તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે