Gandhinagar : રાજ્યમાં વર્ષ 2023-24 ના રોડ સેફ્ટી રિપોર્ટમાં ગુજરાતમાં દારૂબંધીના કાયદાની ગંભીર બાબતો સામે આવી છે. રોડ સેફ્ટી રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં દારૂ પી અને વાહન ચલાવવાના 27,495 કેસ નોંધાયા છે, જ્યારે 2021-22 માં આ આંકડો 13,153 હતો. આ પરિસ્થિતિ જોઈને રાજ્ય સરકારને ગમખ્વાર ચિંતાનો સામનો કરવો પડ્યો છે.
આ દરમિયાન, સેફ્ટી નિયમો અને ટ્રાફિક કાયદા અંગે સરકાર અને હાઇકોર્ટે પણ મજબૂત પગલાં ઉઠાવ્યાં છે. અદાલત દ્વારા હેલ્મેટ પહેરવા માટે નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 2 વ્હિલર વાહન પર બેસનાર બંને વ્યક્તિઓને હેલ્મેટ પહેરવા ફરજિયાત કરવામાં આવી છે. આ જ નિર્ણય અનુસાર, સરકારે હવે તમામ સરકારી કચેરીઓમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનું જાહેર કર્યું હતું.
રિપોર્ટ મુજબ રાજ્યમાં વર્ષ 2023-24માં 3,31,445 લોકો હેલ્મેટ વિના વાહન ચલાવતી વખતે પકડી પડાયા હતા, જ્યારે 42,182 લોકો સીટ બેલ્ટ નહીં પહેરતા સામે કાર્યવાહી કરવામાં આવી. 1,66,813 કેસ ઓવર સ્પીડ અને 3,23,809 ટ્રાફિક સિગ્નલ નિયમ ઉલ્લંઘનના નોંધાયા છે. વધુમાં, 2,03,404 લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે પકડી પાડ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટએ ખાસ કરીને બાઈક ચાલકોને હેલ્મેટ પહેરવાની કડક સૂચના આપતા સરકારને 15 દિવસની અંદર આ આદેશ અમલમાં લાવવાનો આદેશ આપ્યો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “હાઇકોર્ટે જે માર્ગદર્શન આપ્યું છે, તે અમે અનુસરીશું અને એ મુદ્દે એક સમીક્ષા બેઠક આજે 22મી ફેબ્રુઆરીએ સાંજે બોલાવવામાં આવી છે.”
આ પગલાંઓથી ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના કાયદે ગંભીર પડકારોને સમાધાન કરવા અને ટ્રાફિક સિગ્નલના નિયમો કડક રીતે અમલમાં લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા
આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ
આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર
