Ahmedabad News/ દેવાયત ખવડનો પોલીસ સામે આક્ષેપ, ‘પોલીસે અમારી ફરિયાદ લીધી નહીં, કલાકો સુધી બેસાડ્યા’

કલાકાર દેવાયત ખવડનો પોલીસ સામે મોટો આક્ષેપ કર્યો છે, મારા પર હુમલો કરાયો હતો તે મામલે હુમલા અંગે ફરિયાદ કરવા અમે ચાંગોદર આવ્યા પરંતુ પોલીસે કલાકોનો સમય વિત્યા બાદ પણ પોલીસે ફરિયાદ લીધી નહીં. અમારી કાર પર “કારનો કાચ તોડીને હુમલો કરવામાં આવ્યો હતો”

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ તાજેતરમાં તેની કાર પર હુમલો કરાયો હતો, તે મામલે દેવાયત ખવડે ખુલાસો કર્યો છે, જેમાં તેમની કાર પર હુમલો અને લૂંટની ઘટના બની છે. આ ઘટનાને લઈને તેને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

દેવાયત ખવડનો આરોપ છે કે તેમની કાર પર હુમલો થયો હતો અને તેમાંથી રૂપિયાની લૂંટ થઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે પોલીસે તેમના ડ્રાઈવરને 17 કલાક સુધી બેસાડી રાખ્યો હતો અને તેમની ફરિયાદ નોંધી ન હતી. આ ઘટનાને લઈને દેવાયત ખવડે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને સવાલો કર્યા હતા, જેમાં તેમણે પૂછ્યું હતું કે તેમની ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે પોલીસ સ્ટેશનના PI અને રેન્જ IG સાથે વાત કરી હતી, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

આ ઘટના અંગે દેવાયત ખવડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી હતી કે તેમણે ડાયરાના પૈસા લઈને ડાયરો ન કર્યો હોવાની વાત ખોટી છે. તેમણે જણાવ્યું કે તેમણે સનાથલમાં ડાયરામાં હાજરી આપી હતી અને આયોજકની પરવાનગી લઈને જ તેઓ બીજા કાર્યક્રમમાં ગયા હતા.

આ ઘટના ગુરુવારે બની હતી, જ્યારે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો અને તેમની કાર ગાયબ થઈ ગઈ હતી. એવી ચર્ચા હતી કે દેવાયતે સનાથલના કાર્યક્રમમાં પૈસા લીધા હોવા છતાં હાજરી ન આપતા આયોજકો ગુસ્સે થયા હતા અને તેમણે હુમલો કર્યો હતો. જો કે, આ મામલે બંને આયોજકોના નિવેદન હજુ સુધી સામે આવ્યા નથી.

દેવાયત ખવડનો આરોપ છે કે હુમલાખોરોએ કારનો કાચ તોડીને હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ હુમલા અંગે ફરિયાદ કરવા માટે ચાંગોદર આવ્યા હતા, પરંતુ પોલીસે લાંબા સમય સુધી તેમની ફરિયાદ લીધી ન હતી. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. દેવાયત ખવડના આક્ષેપો અને પોલીસની કાર્યવાહી પર અનેક લોકોની નજર છે. આ ઘટનાની તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને સત્ય શું છે તે આગળ જોવાનું રહ્યું.

@ CHIRAG


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર