Ahmedabad News/ નાઈજીરીયન મહિલાને 1.43 કરોડનો કોકેઈનનો જથ્થો આપનારો શખ્સ મુંબઈથી ઝડપાયો

મહિલાને સાથે રાખી SMC એ મુબઈથી નાઈજીરીયન આરોપીને ઝડપી લીધો

Top Stories Gujarat Breaking News

Ahmedabad News : મુંબઈ નજીકના  મીરા રોડમાં રહેતી એક નાઈજીરીયન મહિલાને કોકેઈનનો જથ્થો આપનારા શખ્સને સ્ટેટ મોનીટકીંગ સેલ (SMC)એ મુંબઈથી ઝડપી લીધો છે. SMC ના અધિકારીઓએ માહિતીને આધારે 17 ફેબ્રુઆરી 2025ના રોજ નાઈજીરીયન મહિલા મારગ્રેટ એની એમજીબુડોમની રૂ. 1,43,63,100 ના કોકેઈનના જથ્થા સાથે ઝડપી લીધી હતી. તેની પાસેથી પોલીસે 2 મોબાઈલ ફોન, નાઈજીરીયન પાસપોર્ટ તથા રૂ.2,100 રોકડા પણ કબજે કર્યા હતા.

તેની પુછપરછમાં તેને કોકેઈનનો જથ્થો નાઈજીરીયન શખ્સ લુક પીટર ઉર્ફે બોય ફેસ ઉર્ફે ઈમાન્યુએલ ચીકાઉબીયાએ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે SMC ના અધિકારીઓની ત્રણ ટીમે નાઈજીરીયન મહિલાને સાથે રાખીને મહારાષ્ટ્રમાં ધામા નાંખ્યા હતા.

અંતે 22 ફેબ્રુઆરી 2025ના રોજ મુંબઈમાં મધુવન, સેલીબ્રિટી હોટેલ નજીકના ICICI બેન્કના એટીએમ સામેથી ઝડપી લીધો હતો. બાદમાં મીરા ભાયંદર પોલીસને જાણ કરીને જરૂરી કાર્યવાહી કરીને નવસારી લવાયો હતો. આરોપીને નવસારી કોર્ટમાં હાજર કરાતા 4 દિવસના પોલીસ કસ્ટ઼ી રિમાન્ડ મળ્યા હતા. આરોપી પાસેથી પોલીસે એક મોબાઈલ અને રૂ.10,000 ની કિંમતનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. જ્યારે નાઈડીરીયન મહિલાને તે સમયે નવસારી કોર્ટમાં હાજર કરાતા તેને સાત દિવસના પોલીસ કસ્ટ઼ી રિમાન્ડ મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘનિષ્ઠ પક્ષો, શારીરિક સંબંધો,વેશ્યાઓ… દાવોસમાં WEF મહેમાનોની ચોકાવનારી માંગણીઓ

આ પણ વાંચો:પત્ની સાથે બળજબરીથી અકુદરતી શારીરિક સંબંધ બાંધવો ગુનો નથી’…છત્તીસગઢ હાઈકોર્ટના આ નિર્ણયે ઉભા કર્યા મહત્વના પ્રશ્નો!

આ પણ વાંચો:લગ્નના દિવસે જ પ્રેમીએ પરિણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પતિને જાણ થઈ તો